8મી જાન્યુઆરીએ કામરેજથી કોળી ભરથાણા તરફ જતા વાહનોને ડાયવર્ટ કરાયા

ધર્મ
Spread the love

સુરત, 3 જાન્યુઆરી : સુરત જીલ્લાના કામરેજ તાલુકામાં આવેલા કોળી ભરથાણા ગામ ખાતે તા.8/1/2023ના રોજ હરિપ્રસાદસ્વામીનો 89મો પ્રાગટ્યોત્સવ (ધર્મસભા) યોજાનાર હોવાથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ વાહનોની અવર-જવર સરળતાથી થાય તેવા આશયથી સુરત જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ વાય.બી.ઝાલાએ એક જાહેરનામા દ્વારા ટ્રાફિકને ડાયવર્ટ કર્યો છે. જે મુજબ તા.8/1/2023ના રોજ સવારના 10 થી રાત્રીના 10 વાગ્યા દરમિયાન કામરેજથી કોળીભરથાણા તરફ આવતા વાહનોને ડાયવર્ટ કરીને કામરેજ ગામ-ડુંગરા- ઘાતવા- નેત્રંગ તરફ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જયારે નેત્રંગથી કોળીભરથાણા તરફ આવતા ટ્રાફીકને નેત્રંગ-ધાતવા-ડુંગરા-કામરેજ ગામ તરફ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *