સુરત, 4 જાન્યુઆરી : આગામી તા.8મી જાન્યુઆરીના રોજ સમગ્ર રાજયમાં ગુજરાત જાહેર સેવા હસ્તકની ગુજરાત વહીવટી સેવા-1 અને ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1/2, તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની સીધી ભરતીની પ્રિલીમરી પરીક્ષા યોજાનાર છે. જે અંતર્ગત સુરત શહેરના 50 કેન્દ્રો પર 497 બ્લોક(વર્ગખંડો) પરથી 11928 ઉમેદવારો પરીક્ષા આપશે. સમગ્ર પરીક્ષા સુપેરે થાય તે માટે તંત્ર દ્વારા સ્કવોર્ડ, સુપરવાઈઝરો વગેરેની નિમણૂક કરવામાં આવી છે.વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત