સુરત, 4 જાન્યુઆરી : રાજ્યના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમતગમત કચેરી અમરેલી દ્વારા ‘યુવા મહોત્સવ’ યોજાયો હતો. જેમાં નૃત્ય, સંગીત, વકતૃત્વ, નિબંધ અને લોકગીત સહિતની અન્ય કૃતિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ સાથે સુરત જિલ્લાના સ્પર્ધકો પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ પર વિજેતા બન્યા હતા.જેમાં કથ્થક સ્પર્ધામાં પંકજ પટેલ, ઓડીસી સ્પર્ધામાં હિરણ્યમાં દિપ્તી વખારવાલા, સમુહગીત સ્પર્ધામાં સપ્તધ્વની સંગીત વર્ગ અને કલાવૃંદ, તબલા સ્પર્ધામાં કૃતાર્થ ચિતરંજન નાટેકર, હળવું કંઠ્ય સંગીત સ્પર્ધામાં નાયક આનંદિતા પિયુષકુમાર, સર્જનાત્મક કારીગરી સ્પર્ધામાં રાઠોડ ક્રિયા ભીખુભાઇએ પ્રથમ ક્રમે બાજી મારી હતી.
દ્વિતીય ક્રમાંક પર વક્તૃત્વ સ્પર્ધામાં મોહિની આટોદરા, સમુહગીત રર્ધામાં કન્યા વિદ્યાલય અસ્તાન(તા. બારડોલી), એકાંકી સ્પર્ધામાં સ્કોપા કોલેજ(નાનપુરા,), મૃદગંમ સ્પર્ધામાં પટેલ મનન કલ્પેશભાઈ વિજેતા જાહેર થયા હતાં. અને તૃતીય સ્થાન માટે નિબંધ સ્પર્ધામાં પીપળીયા ભુમિ કિશોરભાઇ, ભરતનાટ્યમ સ્પર્ધામાં હેત્વી શેતલ ટોપીવાલા, એકપાત્રિય અભિનય સ્પર્ધામાં વંશ સુરાભાઇ ખૈરનાર,યશ મનીષભાઈ ઉપાધ્યાય તેમજ લોકગીત સ્પર્ધામાં વાસ આરોહી હેમાંગભાઇ વિજેતા જાહેર થયા હતાં.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત