સુરત : ચેમ્બર દ્વારા ત્રિદિવસીય ‘ સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેકસટાઇલ એક્ષ્પો– ર૦ર૩ ’નું કરાયું આયોજન

વેપાર જગત
Spread the love

સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે આગામી તા. 7, 8 અને 9 જાન્યુઆરી, 2023ના રોજ સવારે 10 થી સાંજે 6 વાગ્યાના સમયગાળા દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિદિવસીય ‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેકસટાઇલ એક્ષ્પો– 2023’નું આયોજન કરવામાં આવ્યું છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા યોજાતા સમગ્ર ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીની મશીનરીને આવરી લેનારા પ્રદર્શન ‘સીટેક્ષ’ શ્રેણીનું આ સાતમું પ્રદર્શન છે. ચેમ્બરના અતિ મહત્વકાંક્ષી આ પ્રદર્શનનો પ્રમુખ ઉદ્દેશ શહેરના ટેકસટાઈલ ઉદ્યોગને એક નવી દિશા અને ગતિ આપવાનો છે. ટેકસટાઈલ ટેકનોલોજી એન્ડ મશીનરી માટે યોજાનારા આ એકઝીબીશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેેકસટાઈલ ઉદ્યોગને મળશે. ‘સીટેક્ષ– 2022’ એ ખરેખર આત્મનિર્ભર ભારતની દિશામાં એક મહત્વનું કદમ બની રહેશે, જે ઉત્પાદતામાં વૃદ્ધિની સાથે સાથે મોટા પાયે રોજગારી નિર્માણ કરવામાં ખૂબ જ મદદરૂપ બની રહેશે.ભારતના કેન્દ્રિય કાપડ મંત્રી પીયુષ ગોયલે વર્ષ 2030 સુધીમાં ટેકસટાઇલ ઉદ્યોગને 250 બિલિયન યુએસ ડોલર સુધી લઇ જવા તથા દેશમાંથી ટેકસટાઇલના એકસપોર્ટને 100 બિલિયન યુએસ ડોલર સુધી લઇ જવા માટે ટેકસટાઇલ ઉદ્યોગકારોને હાકલ કરી છે ત્યારે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજાનાર સીટેક્ષ એકઝીબીશન આ દિશામાં સફળ થવા માટે ચોકકસપણે ભૂમિકા ભજવશે.આ પ્રદર્શનમાં ટેકસટાઇલ મશીનરી, ટેકસટાઇલ એન્સીલરી અને મશીનરીઓ, એમ્બ્રોઇડરી એન્ડ બ્રીડીંગ મશીનરી તથા એસેસરીઝ, ટેકસટાઇલ એન્જીનિયરીંગ, ટેકનિકલ ટેકસટાઇલ સંબંધીત મશીનરી, પોઝીશન અને ડિજીટલ પ્રિન્ટીંગ મશીન અને એસેસરીઝ, યાર્ન અને ફેબ્રિકસ જેવા તમામ સેકટર્સને આવરી લેવામાં આવ્યા છે, આથી જ અમને તમામ સેકટર્સના એકઝીબીટર્સ તરફથી ખૂબ સારો પ્રતિસાદ પણ મળ્યો છે.

નીચે મુજબની અદ્યતન ટેકસટાઇલ મશીનરી આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

  • રેપીયર જેકાર્ડ મશીન – 420 સેન્ટીમીટર, વિશ્વનું સૌથી લાંબુ લુમ તથા એરજેટ ડબલ પન્ના
  • 400 આરપીએમ – 2688 હૂક ઇલેકટ્રોનિક જેકાર્ડ – મેક ઇન ઇન્ડિયા
  • એમ્બ્રોઇડરી અને જેકાર્ડ ફેબ્રિક ઉપર ડિજીટલ પ્રિન્ટીંગ કરવા માટે ઉપયોગી પોઝીશન પ્રિન્ટીંગ મશીન
  • 550 આરપીએમ – રેપીયર જેકાર્ડ – વિસ્કોસ માટે વિશ્વમાં સૌથી ઝડપી હાઈસ્પીડ લુમ
  • 1100 આરપીએમવાળું એરજેટ – જાપાનીઝ ટેકનોલોજી
  • મલ્ટી ફીડર સકર્યુલર નિટિંગ મશીન
  • એમ્બ્રોઇડરી એન્ડ બ્રીડીંગ મશીન
  • એરજેટ – જ્યોર્જેટ
  • સુપર હાઇસ્પીડ ટીએફઓ

ચેમ્બરના માનદ્‌ મંત્રી ભાવેશ ટેલરે જણાવ્યું હતું કે, સીટેક્ષ 2023 ’નો ઉદ્‌ઘાટન સમારોહ શનિવાર, તા.7 જાન્યુઆરી, 2023ના રોજ સવારે10 કલાકે યોજાશે. જેમાં મુખ્ય મહેમાન તથા ઉદ્‌ઘાટક તરીકે ઉપસ્થિત રહેનાર ભારતના ટેકસટાઇલ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશના વરદ્‌ હસ્તે એકઝીબીશનનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે. ઉદ્‌ઘાટન સમારોહમાં ગુજરાતના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત સ્પેશિયલ ગેસ્ટ તરીકે સ્થાન શોભાવશે. જ્યારે અતિથિ વિશેષ તરીકે ગુજરાતના રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવી, બાંગ્લાદેશના ડેપ્યુટી હાય કમિશનર હીઝ એકસીલન્સી મિ. ચિરંજીબ સરકાર, ભારત સરકારના ટેકસટાઇલ્સ સેક્રેટરી રચના શાહ (આઇ.એ.એસ.), ગુજરાત રાજ્યના ઇન્ડસ્ટ્રીઝ કમિશ્નર ડો. રાહુલ ગુપ્તા (આઇ.એ.એસ.), ધારાસભ્ય સંદીપ દેસાઇ અને સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલ ઉપસ્થિત રહેશે. ભારતના ટેકસટાઇલ કમિશ્નર રૂપ રાશી પણ ઉદ્‌ઘાટન સમારોહમાં હાજરી આપશે.
ચેમ્બરના ઓલ એકઝીબીશન્સ ચેરમેન તેમજ કન્વીનર બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, આ એકઝીબીશનમાં ભારતમાં જ બનાવવામાં આવેલી હાઇસ્પીડ ઇલેકટ્રીક જેકાર્ડ મશીનનું લોન્ચીંગ કરવામાં આવશે. જેની વિવિધ વિશેષતાઓ જોઇએ તો આ હાઇસ્પીડ ઇલેકટ્રીક જેકાર્ડ મશીન ગડર લગાવ્યા વગર ઓછામાં ઓછી હાઇટ (8.5)માં ડાયરેકટ મશીન પર સરળતાથી ફીટીંગ કરી શકાય છે. આ ઉપરાંત આ મશીનરીને કારણે જેકાર્ડ લગાવવા માટે ગડર લગાવવાની જરૂર પડતી નથી. સાથે જ જેકાર્ડ હાઇટવાળા મકાનની જરૂર પડતી નથી. કોઇપણ હાઇટમાં ડાયરેકટ મશીન પર ફિટીંગ થઇ શકે છે અને જાળા (હાર્નેસ) કપાવવાનો કોઇ ડર રહેતો નથી.
આ ઉપરાંત ભારતમાં બનેલા 400 આરપીએમવાળું તેમજ 2688 હૂક ધરાવતું ઇલેકટ્રોનિક જેકાર્ડ મશીન અને તેની સાથે સુપર હાઇસ્પીડ ટીએફઓ પણ સીટેક્ષ એકઝીબીશનમાં લોન્ચ કરાશે. તદુપરાંત મલ્ટી ફીડર સકર્યુલર નિટિંગ મશીનનું લોન્ચીંગ કરવામાં આવશે. એમ્બ્રોઇડરી અને જેકાર્ડ ફેબ્રિક માટે ઉપયોગી પોઝીશનલ ડિજીટલ પ્રિન્ટીંગ મશીન પણ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

પીલરલેસ એસી ડોમ ઉપરાંત બહાર અલગથી એક ડોમ ઉભો કરાયો

સીટેક્ષ એકઝીબીશનના ચેરમેન સુરેશ પટેલે જણાવ્યું હતું કે, સરસાણા સ્થિત ‘સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ૧.૩૦ લાખ સ્કવેર ફૂટમાં પ્રદર્શન યોજાશે. પીલરલેસ એસી હોલમાં તથા બહાર અલગથી ઉભા કરવામાં આવેલા ડોમમાં ૧૦૦થી પણ વધુ એકઝીબીટર્સ દ્વારા ટેકસટાઈલ મશીનરી, એસેસરીઝ મેન્યુફેક્‌ચરર્સ તેમની વિશ્વની સૌથી અદ્યતન ટેકનોલોજી ધરાવતી એરજેટ લૂમ્સ, વોટર જેટ લૂમ્સ, રેપીયર લૂમ્સ, ઈલેક્‌ટ્રોનિક જેકાર્ડ, ડોબી મશીન, વેલવેટ વિવિંગ મશીન, સકર્યુલર નીટિંગ, યાર્ન ડાઇંગ, વોર્પિંગ મશીન, ડિજીટલ પ્રિન્ટીંગ મશીનરી, પોઝીશન પ્રિન્ટીંગ મશીન, વિવિધ પ્રિન્ટીંગ ઈન્ક, સ્યુઇંગ મશીન, હીટ ટ્રાન્સફર મશીન, હોટ ફિકસ મશીન, ટીએફઓ તેમજ ખૂબ મોટી સંખ્યામાં મશીનરી તથા એસેસરીઝ
પ્રદર્શિત કરાશે.આ પ્રદર્શનના આયોજન માટે સીટેક્ષ એકઝીબીશનના કો–ચેરમેન વિજય મેવાવાલા અને મયૂર ગોળવાલા તથા તેમની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી છે.
આ પ્રદર્શનના આયોજનમાં ચેમ્બરને સુરત મહાનગરપાલિકા, સર્જન, અલીધરા, પિકાનોલ, પૂજા ટેકસટાઇલ એન્જીનિયરીંગ અને સિગ્નેરનો સહયોગ પ્રાપ્ત થયો છે. જ્યારે મોટી સંખ્યામાં સુરતના ટેકસટાઇલ એસોસીએશનો જેવા કે ફિઆસ્વી, ફોગવા, ફોસ્ટા, સાસ્કમા, સાસ્મી, પાંડેસરા વિવર્સ કો–ઓપરેટીવ સોસાયટી લિમિટેડ, વેડરોડ આર્ટ સિલ્ક સ્મોલ કો. – ઓપ. ફેડરેશન, લિ. સુરત, ધી સાઉથ ગુજરાત યાર્ન ડીલર્સ એસોસીએશન, સાઉથ ગુજરાત ટેકચ્યુરાઇઝર્સ વેલ્ફેર એસોસીએશન, કીમ–પીપોદરા વિવર્સ એસોસીએશન, માંગરોળ તાલુકા ઇન્ડસ્ટ્રીઝ વેલ્ફેર એસોસીએશન, ધી સુરત ટેકસટાઇલ કલબ, સુરત વણકર સહકારી સંઘ, સૌરાષ્ટ્ર ટેકસટાઇલ ટ્રેડર્સ એસોસીએશન, સાઉથ ગુજરાત વોર્પ નીટર્સ એસોસીએશન, સુરત નેરો ફેબ્રિક એસોસીએશન, ધી ઉધના ગૃપ વિવર્સ પ્રોડયુસર કો–ઓપરેટીવ સોસાયટી, સાઉથ ગુજરાત ટેકસટાઇલ પ્રોસેસર્સ એસોસીએશન, સુરત મર્કન્ટાઇલ એસોસીએશન, શટલલેસ વિવર્સ એસોસીએશન, સુરત ઓટોલૂમ્સ વિવર્સ એસોસીએશન, ધી ઉધના ઉદ્યોગનગર સહકારી સંઘ લિમિટેડ, સકર્યુલર નીટર્સ એસોસીએશન, સુરત એમ્બ્રોઇડરી એસોસીએશન, ધી સુરત યાર્ન બ્રોકર્સ એસોસીએશન, બોમ્બે માર્કેટ આર્ટ સિલ્ક કો–ઓપરેટીવ સોસાયટી, ઇ.વાય., મેરીયોટ સુરત અને માય વેલ્યુ ટ્રીપ, સત્વ હોસ્પિટલ, એરલીન્ક અને આરકે ઇન્ફ્રાટેલે એકઝીબીશનને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *