આંતરરાષ્ટ્રિય પતંગમહોત્સવ-2023 : સુરતના અડાજણ રીવરફન્ટ પાસે 19 દેશોના 42 નિષ્ણાત પતંગબાજો આવશે

સ્થાનિક
Spread the love

સુરત, 9 જાન્યુઆરી : ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ અને સુરત મહાનગર પાલિકા તેમજ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આગામી 11મી જાન્યુઆરીના બુધવારે સવારે 8 વાગેથી અડાજણ રીવફન્ટ પાસે આંતરરાષ્ટ્રિય પતંગમહોત્સવ (કાઇટ ફેસ્ટીવલ)નો પ્રારંભ થશે.આઝાદી કા અમૃત મહોત્સવ અને ભારતમાં યોજાનાર જી-20 સમિટના ભાગરૂપે અડાજણ રીવરફન્ટ પાસે યોજાનાર “કાઇટ ફેસ્ટીવલ”માં 19 દેશોના પતંગબાજો અને દેશના 6 રાજ્યોના પતંગબાજોના પતંગો સુરતના આકાશને આંબતા રંગબેરંગી પતંગની હારમાળા ઉભી થશે.“કાઇટ ફેસ્ટીવલ”ને સુચારૂ પણે પાર પાડવા માટે ઇ.કલેક્ટર અરવિંદ વી.,જિલ્લા વિકાસ અધિકારી ભરત.કે.વસાવા, નાયબ કલેક્ટર જી.વી.મીયાણી, પ્રવાસ અધિકારી તુલસી સહિત જિલ્લા પ્રસાશનની ટીમે રીવરફન્ટની વિઝીટ કરીને વ્યવસ્થાનું નિરિક્ષણ કર્યું હતું. 19દેશોમાંથી આવનાર વિદેશી અને 6 રાજ્યોના પતંગબાજો માટે સુચારૂ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

શહેરના મેયર હેમાલી બોધાવાલાના પ્રમુખ સ્થાને કાઇટ ફેસ્ટિવલ યોજાશે. જેમાં મુખ્ય મહેમાન પદે કેન્દ્રીય વસ્ત્ર અને રેલ્વે રાજ્યમંત્રી દર્શના જરદોશ, સાસંદ સી.આર.પાટીલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંધવી, વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ, શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરીયા, મંત્રી કુંવરજી હળપતિ, સાસંદ પરભુ વસાવા, જિલ્લાપંચાયત પ્રમુખ ભાવેશ પટેલ, સુરત શહેર અને જિલ્લાના તમામ ધારાસભ્યો સહિત સુરત શહેરની પતંગપ્રિય યુવાનો અને નાગરિકો ઉપસ્થિત રહેશે.સુરત શહેરની પતંગપ્રિય જનતાને 11મી જાન્યુઆરીએ અડાજણ રીવરફન્ટ પાસે “પતંગમહોત્સવ” માણવા અને અવનવા પતંગોની મજા લેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *