સુરત : ફુલપાડામાં બાળકી પર હડકાયા કુતરાનો એટેક, બાળકી સારવાર હેઠળ હોસ્પિટલમાં

સ્થાનિક
Spread the love

સુરત, 9 જાન્યુઆરી : સુરતમાં દિન પ્રતિ દિન કૂતરાઓનો ત્રાસ વધી રહ્યો છે.ખાસ કરીને શિયાળાની ઋતુમાં શ્વાનના કરડવાના બનાવો સતત વધી રહયા છે.આવો જ એક દર્દનાક બનાવ સોમવારે સુરત શહેરના ફુલપાડા વોર્ડ ક્રમાંક 5 માં આવેલી હંસ સોસાયટીના મુખ્ય ગેટ પાસે બન્યો હતો.જેમાં સોસાયટી મુખ્ય દ્વાર પાસે રમી રહેલી નાની બાળકી પર શ્વાન રીતસરનું ત્રાટક્યું હતું અને રમતી નાની બાળકીને સતત બટકા ભરવા લાગ્યું હતું.આ સમયે તેને બચાવવા આવેલી એક મહિલાને પણ આ કૂતરાએ બટકા ભરવાનો પ્રયાસ કર્યો હતો.આ મહિલાએ મહા મહેનતે બાળકીને બચાવી હતી.નાની બાળકીના ગાલ પર સખ્ત બટકે ભર્યા હોઈને તેને સારવાર અર્થે હાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.આ સમગ્ર ઘટના સીસીટીવીના કેમેરામાં કેદ થઇ હતી અને આ વિડીયો વાયરલ થતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.આ ઘટના બાદ મનપાનું તંત્ર દોડતું થયું હતું મનપાની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ભારે જહેમત બાદ આ શ્વાનને પકડી લેવામાં આવતા તંત્ર અને લોકોમાં રાહતની લાગણી ફેલાઈ હતી.
આ સમગ્ર ઘટનામાં મળેલી જાણકારી મુજબ અશ્વિનીકુમાર ફૂલપાડા વોર્ડ નંબર પાંચમાં આવેલી હંસ સોસાયટીના મુખ્ય ગેટ પર રમતી બાળકી પર અચાનક જ આ હડકાયા કૂતરાએ હુમલો કરી દીધો હતો અને ભયાનક રીતે તેન શરીર પર બટકા ભર્યા હતા.બાદમાં મહિલાએ છોડાવતા આ બાળકી માંડ માંડ બચી હતી.આ ઘટનાના કારણે બાળકીના પરિવારમાં પણ ભય વ્યાપી ગયો હતો. જોકે, બાળકીને તાત્કાલિક સારવાર મળી રહેતા હાલ બાળકીને રાહત મળી છે.
અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે સુરતમાં કુતરા કરડવાના બનાવો સતત વધી રહ્યા છે બીજી તરફ મનપા દ્વારા કૂતરાઓનું ખસીકરણ અને રસીકરણ સમય સમય પર કરવામાં આવે છે તેવું તંત્રનું કહેવું છે પરંતુ, શું આ પગલાંઓ પર્યાપ્ત છે ? આજની આ ઘટના બાદ આ સવાલ ઉઠે તે સ્વાભાવિક છે. તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી નહીં થાય તો આ પ્રકારની ઘટનામાં અઘટિત પણ ઘટી શકે

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *