
સુરત,9 જાન્યુઆરી : પી.પી.સવાણી ગ્રુપ અને જાનવી લેબગ્રો ગ્રુપ આયોજિત તા.24 અને 25 ડીસેમ્બર 2022ના રોજ ધામધૂમથી વ્હાલી દીકરીઓને પરણાવી સાસરે વળાવતો ભવ્ય પ્રસંગ “દીકરી જગત જનની” યોજવામાં આવ્યો હતો જે અંતર્ગત હાલ તા. 9-1-2023ના રોજ દીકરી-કુમારોનું પ્રથમગ્રુપ મનાલી પ્રવાસે રવાના કરવામાં આવ્યું સવારે 12:30 કલાકે મિતુલ ફાર્મ, પ્રાણી સંગ્રાહલયની પાછળ દીકરી-જમાઈઓ એક સાથે એકત્ર કરી મહેશભાઈ દ્વારા પ્રવાસ દરમિયાનનું સીડ્યુલ તેમજ આયોજનની સમજુતી આપવામાં આવી.. ત્યાર બાદ તમામ દીકરી-કુમારો એક સરખા ટીશર્ટ પહેરી બપોરે 3:30 કલાકે રેલ્વે સ્ટેશન પહોચાડવામાં આવ્યા અને ત્યાંથી પશ્ચિમ એક્ષપ્રેસમાં બેસાડીને દીકરી – જમાઈઓને ખુશ ખુશાલ 12 દિવસ મનાલી જવા માટે રવાના કરવામાં આવ્યા હતા અને મનાલીમાં રહેવા(હોટલ) – જમવા તેમજ ફરવા જેવી દરેક વ્યવસ્થા અગાઉથી કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પી.પી.સવાણી ગ્રુપના મહેશભાઈ ફક્ત પિતા વિહોણી દીકરીઓના લગ્ન જ નથી કરાવતા પરંતુ, ત્યાં બાદ તેમના સંતાનોની સંપૂર્ણ જવાબદારીઓનું પણ વહન કરે છે.પ્રતિ વર્ષ લગ્ન બાદ આ જ રીતે નવદંપતીઓ ફરવા લાયક સ્થળે મોકલે છે.આ આજ ઉપક્રમમાં આજે સોમવારે પ્રથમ ગ્રુપ મનાલી જવા રવાના થયું હતું.દરેક નવદંપતી આ તબક્કે અતિ ખુશખુશાલ જણાઈ રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત