
સુરત, 10 જાન્યુઆરી : ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ અને સુરત મહાનગર પાલિકા તેમજ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે 11મી જાન્યુઆરીના બુધવારના રોજ સવારે 8 વાગે થી અડાજણ રીવફન્ટ પાસે આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવ (કાઇટ ફેસ્ટીવલ)નો પ્રારંભ થશે.આઝાદી કા અમૃત મહોત્સવ અને ભારતમાં યોજાનાર જી-20 સમિટની થીમના ભાગરૂપે અડાજણ રીવરફન્ટ પાસે યોજાનાર “કાઇટ ફેસ્ટીવલ”માં 19 દેશોના પતંગબાજો અને દેશના 6 રાજ્યોના 20 જેટલા પતંગબાજો તથા સ્થાનિક 40 પતંગબાજોના પતંગો સુરતના આકાશને આંબશે રંગબેરંગી પતંગની હારમાળા ઉભી થશે.દેશ-વિદેશથી આવનાર પતંગબાજો માટે સુચારૂ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
શહેરના મેયર હેમાલીબોધાવાલાના પ્રમુખ સ્થાને કાઇટ ફેસ્ટિવલ યોજાશે. જેમાં મુખ્ય મહેમાન પદે કેન્દ્રીય વસ્ત્ર અને રેલ્વે રાજ્યમંત્રી દર્શના જરદોશ, સાસંદ સી.આર.પાટીલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંધવી, વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ, શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરીયા, મંત્રી કુંવરજી હળપતિ, સાસંદ પરભુ વસાવા, જિલ્લાપંચાયત પ્રમુખ ભાવેશપટેલ, સુરત શહેર અને જિલ્લાના તમામ ધારાસભ્યો સહિત સુરત શહેરની પતંગપ્રિય યુવાનો અને નાગરિકો ઉપસ્થિત રહેશે. સુરત શહેરની પતંગપ્રિય જનતાને 11મી જાન્યુઆરીએ અડાજણ રીવરફન્ટ પાસે “પતંગમહોત્સવ” માણવા અને અવનવા પતંગોની મજા લેવા તંત્ર દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત