
સુરત, 12 જાન્યુઆરી : પ્રજાસત્તાક દિન 26મી જાન્યુઆરી, 2023 સૂરત જિલ્લા કક્ષાની ઉજવણી ક્રિભકો સ્પોર્ટ કોમ્પલેક્ષ, ક્રીભકો ટાઉનશીપ મોજે લીમલા ગામ તા.ચોર્યાસી ખાતે થશે. જિલ્લા વિકાસ અધિકારી ભરત વસાવાના અધ્યક્ષસ્થાને જિલ્લાના તમામ અધિકારીઓ સાથે મળેલી બેઠકમાં પ્રજાસત્તાક દિનની ઉજવણીને શાનદાર બનાવવા માટે જુદા જુદા વિભાગને જવાબદારી સોંપવામાં આવી હતી. આરોગ્ય વિભાગ, ખેતીવાડી વિભાગ, ડી.જી.વી.સી.એલ., આઈ.સી.ડી.એસ., જેટકો, ડી.ઈ.ઓ, વાસ્મો, વન વિભાગ દ્વારા જીલ્લામાં મેળવેલ સિદ્ધિઓના આકર્ષક ટેબ્લો રજૂ થશે સાથે સાથે પોલીસ પરેડ સાથે અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.આગામી તા.26/01/2023ના રોજ ક્રિભકો સ્પોર્ટ કોમ્પલેક્ષ કૃભકોનગર ખાતે યોજાનાર પ્રજાસતાક દિનની ઉજવણીમાં સુરત જીલ્લાની જાહેર જનતાને ઉત્સાહ ભેર જોડાવા અને ઉપસ્થિત રહેવા જીલ્લા પ્રશાસન દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવવામાં આવ્યું છે.
આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા હિતેષ જોયસર, અધિક નિવાસી કલેકટર વાય.બી.ઝાલા ઝાલા સહિત જિલ્લાના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત