
સુરત, 12 જાન્યુઆરી : નેતાજી સુભાષચંન્દ્ર બોઝની 126મી જન્મ જયંતિ નિમિત્તે ભારત સરકારના ગૃહ મંત્રાલયના ઉપક્રમે સુરત પોલીસ કમિશ્નર,સુરત મહાનગર પાલિકા અને જીલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે શહેર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તા.19/01/2023ના રોજ સાંજે 4 વાગે ‘આઈકોનિક’ કાર્યક્રમો યોજાશે.

પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે બી.એસ.એફ બ્રાસ બેન્ડ, શસ્ત્ર પ્રદર્શન, નાગાલેન્ડ, ડાંગી નૃત્ય, માધવપુર(પોરબંદર)ની નૃત્ય મંડળી, ઓડીસા જગન્નાથમ દર્શનમ, મણીપૂરી નૃત્ય, બંગાળી નૃત્યો દ્વારા ન્યુત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાર્યું છે. આ ઉપરાંત સુભાષ બાબુના જીવન ઉપર દસ્તાવેજી ફિલ્મનું નિદર્શન તેમજ શસ્ત્ર પ્રદર્શન, બી.એસ.એફ બ્રાસ બેન્ડની સાથે વ્યસન મુક્તિ ‘નો ડ્રગ્સ’નું પ્રદર્શન કરવામાં આવશે.પોલીસ કમિશ્નર અજય તોમરના માર્ગદર્શન હેઠળ સુરત શહેર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિવિધ કાર્યક્રમો યોજાશે. જે શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. સુરત ખાતેની સુભાષચંન્દ્ર બોઝની 126ની જન્મ જયંતિની ઉજવણીમાં રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને મેયર હેમાલી બોઘાવાલા મુખ્ય અતિથી રહેશે. ધારાસભ્ય કિશોર કાનાણી, વિનોદ મોરડીયા, કાંતિ બલર, પ્રવિણભાઈ ઘોઘારી પણ ઉપસ્થિત રહેશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત