સુરત : શહેરમાં વિવિધ ગુન્હાઓ કરીને નાસતા ફરતા 16 આરોપીઓની ધરપકડ માટે પોલીસ કમિશનર તોમરે ઈનામો જાહેર કર્યા

કાયદા-કાનૂન
Spread the love

સુરત, 12 જાન્યુઆરી : સુરત શહેરમાં લુંટ, ખુન, ધાડ, અપહરણ, નાર્કોટિકસ જેવા વિવિધ પ્રકારના ગંભીર ગુન્હાઓ કરીને નાસતા-ફરતા 16 જેટલા આરોપીઓની ધરપકડ કરવા માટે તેઓ વિશે માહિતી આપનારને સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમરે રૂ.5 હજારથી લઈને 45 હજાર સુધીના ઈનામો જાહેર કર્યા છે. જે મુજબ કોઈ પણ વ્યકિત/બાતમીદારો જો આ આરોપીઓને પકડવા/પકડાવવામાં મદદરૂપ થાય અથવા આરોપીઓ વિશે સાચી,સચોટ અને ચોક્કસ માહિતી આપશે તો તેઓને ઈનામથી નવાજવામાં આવશે. માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે. 16 આરોપી વિશે જોઈએ તો –
(1) અપહરણ સાથે ખુનના આરોપી મુળ બ્રહ્મપુર, શ્રીરામનગર, જગન્નાથવિહાર જિ.ગંજામ(ઓડીસા)ના રહેવાસી પદમ ઉર્ફે રાકેશ ગોરવહરી પાંડાને પકડવા માટે રૂા.45000નું ઈનામ (2) લુંટ વીથ મર્ડરના આરોપી એવા નરેશકુમાર કેસરીમલજી રાવલ(સુમેરપુર જિ.પાલી રાજસ્થાન માટે રૂા.45,000 ઈનામ (3) ખુનના આરોપી આદિકાંત રામપ્રધાન માટે રૂા.40,000 (રહે. ખોડીનગર જેનાભાઈના મકાનમાં અલથાણ રોડ, સુરત મૂળ રહે. કરીયાગર, થના હુમા જિ.ગંજામ, ઓરીસ્સા (4) ખુનના આરોપી એવા પ્રભુ ઉર્ફે રવિ દિગંબર પાત્રા માટે રૂા.40,000 રહે.ખોડીનગર જેનાભાઈના મકાનમાં અલથાણ રોડ, સુરત મૂળ રહે. કરીયાગર, થના હુમા જિ.ગંજામ, ઓરીસ્સા (5) ધાડ વિથ મર્ડરના આરોપી લખન દાદુરામ કુર્મી પટેલની પકડ માટે રૂા.45,000 રહે. વિષ્ણુ ગુપ્તાની ચાલ, પાલીગામ, સચીન મુળ-નવાડા પો.નરપાણી થા.ગીરવા જિ.બાંધા, યુપી (6) આર્મ્સ સાથે ખુનના ગુના હેઠળના આરોપી ઈશ્વરસિંગ પ્રધાનસિંગ અર્જુનસિંગ ચીકલીગર(સરદારજી)ની પકડ માટે રૂા.45,000નું ઇનામ રહે, બ્લોક મહોલ્લો બારીયાગામ તા.ગંદવાણી જિ.ધાર, મધ્યપ્રદેશ (7) લુંટ સાથે બળાત્કારના આરોપી સુનિલ ઝુંબર કાળે માટે રૂા.40,000, રહે. 425, આંનદનગર સો.નવાગામ ડીંડોલી સુરત મુળ. સુપાગામ તા.બારામતી પુણે મહારાષ્ટ્ર (8) લૂંટ સાથે બળાત્કારના આરોપી રોહિત શ્યામરાવ ભોસલે રહે, 425, આંનદનગર સો.નવાગામ ડીડોલી સુરત મુળ. સુપાગામ તા.બારામતી પુણે મહારાષ્ટ્ર (9) ફાયર આર્મસ સાથે લુંટના આરોપી મિથીલેશ મેનેજર સિંગ ભુમિહાર માટે રૂા.20,000 મૂળ રહે, ગામ ઉકસુ પોસ્ટ મનાતુ જિ.ગયા (બિહાર), (10) નાર્કોટીકસનો આરોપી અનિલ વૃંદાવન પાન્ડીની પકડ માટે રૂા.30,000નું ઇનામ રહે. ઉત્કલનગર ઝુપડપટ્ટી રૂમનં.588,589,590 ફુલપાડા કતારગામ, અશોકનગર, ઝુંપડપટ્ટી મૂળ રહે, સચીના થના-કોદના, જિ.ગંજામ, ઓરીસ્સા (11) નાર્કોટીકસના આરોપી દિલીપ અરકીત પાન્ડીને પકડવા માટે રૂા.20,000 ઈનામ, રહે, અશોકનગર ઝું. સચીના થાના-કોદલા જિ.ગંજામ, ઓરીસ્સા (12) નાકોર્ટીકસના આરોપી ચિત્રા ઉર્ફે ચિત્રસેના વૃન્દાવન પરીડાની પકડ માટે રૂા.20,000નું ઇનામ રહે. શાંતિનગર ઝું. મકાન નં.43, 775 જુની જી.આઇ.ડી.સી. કતારગામ, મૂળ સચીના થાના કોદળા જિ.ગંજામ, ઓરીસ્સા (13) નાર્કોટીકસના આરોપી ગુડ્ડી વૃંદાવન પરીડા માટે રૂા.10,000 રહે. શાંતિનગર ઝું. મકાન નં.43, 775જુની જી.આઇ.ડી.સી. કતારગામ, મૂળ સચીના થાના કોદળા જિ.ગંજામ, ઓરીસ્સા (14) આર્મસના આરોપી મોનુ રઘુરાજ કહાર માટે રૂા.10,000 રહે, ગામ કસ્બા લમ્ભુવા પઠકવલી રોડ થાના તા.લમ્ભુવા જિ.સુલતાનપુર, ઉત્તરપ્રદેશ (15) અપહરણના આરોપી પુનગામી સુખરામ ગૌતમ માટે રૂા.5,000, રહે, મહાકાળીનગર ઝુ.હીરાબાગ, મૂળ રહે ભુલના તા.લાલગંજ જિ.પ્રતાપગઢ યુપી (16) વિશ્વાસઘાતના આરોપી નારાયણદત્ત ઉર્ફે ગણેશદત્ત રૂધરધર પંડિત ઉર્ફે દુબે માટે રૂા.5,000 રહે, ઉમરાપુર ગામ તા.તરબગંજ જિ.ગોડા,યુપી.આમ ઉપરોકત 16 આરોપી વિશે કોઈ પણ પ્રકારની માહિતી આપનારને ઈનામ આપવામાં આવશે અને બાતમી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે તેમ સુરત શહેરના પોલીસ કમિશનર અજય તોમરની યાદીમાં જણાવાયું છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *