
સુરત, 13 જાન્યુઆરી : બાળકો, યુવાનોના મનપસંદ તહેવાર ઉત્તરાયણ અંતર્ગત આજરોજ સુરતના વેડ રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળના વિદ્યાર્થીઓએ ગુરૂકુળના સંતો, આચાર્ય અને શિક્ષકોના માર્ગદર્શનમાં સામૂહિક રીતે ‘પતંગ’ની વિશાળ માનવ પ્રતિકૃત્તિ રચીને આકર્ષક સિમ્બોલ બનાવ્યો હતો. બાળકોના સામૂહિક પ્રયાસોથી પતંગનું એક અનેરૂ દ્રશ્ય સર્જાયું હતું. મકરસંક્રાંતિ પર્વને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે સુરતમાં આ પર્વને મનાવવા સુરતીઓ તત્પર બન્યા છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત