PMJAY-MA યોજના અંતર્ગત નાણાકીય ગેરરીતિ આચરતી સુરતની ત્રણ હોસ્પિટલ્સ સસ્પેન્ડ કરાઈ

સ્થાનિક
Spread the love

સુરત, 13 જાન્યુઆરી : આયુષ્માન ભારત “પી.એમ.જે.એ.વાય.-મા” યોજના સરકારની ફ્લેગશિપ સ્કીમ હોઈ યોજના અંતર્ગત લાભાર્થીઓ માત્ર સરકારી જ નહિ, પરંતુ સંલગ્ન ખાનગી હોસ્પિટલોમાં પણ લાભ મેળવી શકે છે. આયુષ્માન કાર્ડ હેઠળ પાંચ લાખ સુધીની સંપૂર્ણ સારવાર નિ:શુલ્ક ઉપલબ્ધ છે. તા.9/1/2023 ના રોજ “પી.એમ.જે.એ.વાય.-મા” યોજના સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ (SAFU) અને ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સ કંપની લિ.-OICLની ટીમ દ્વારા સુરતની નીલકંઠ ઓર્થોપેડિક હોસ્પિટલ, ધર્મનંદન ઓર્થોપેડિક હોસ્પિટલ અને પરમ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં હોસ્પિટલોમાં ખૂબ જ ગંભીર ગેરરીતિઓ જણાતા હોસ્પિટલોને કારણદર્શક નોટીસ આપી તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવી.
PMJAY–MA યોજના હેઠળ પાંચ લાખ સુધીની નિયત કરેલ સારવાર નિ:શુલ્ક ઉપલબ્ધ છે તેમ છતા નિલકંઠ હોસ્પિટલ દ્વારા આયુષ્માન કાર્ડ ધરાવતાં અકસ્માત અને ફ્રેકચર થયેલ દર્દીઓને યોજનામાં મફત સારવાર આપવાનો ઈન્કાર કરી રોકડા ભરી સારવાર કરાવવાની ફરજ પાડવામાં આવી હતી . ધર્મનંદન ઓર્થોપેડિક હોસ્પિટલમાં દર્દીઓ માટેની અલાયદી લિફ્ટનો અભાવ હોઈ કોમ્પ્લેક્સની કોમન લિફ્ટ વપરાતી, નીલકંઠ ઓર્થોપેડિક હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફ યોજનાના ધારાધોરણ મુજબ ન હતો તથા SAFU (સ્ટેટ એન્ટીો ફ્રોડ યુનીટ) અને OICL (ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સ કંપની લિ.)ની વિજિલન્સ ટીમની રૂબરૂમાં હોસ્પિટલ દ્વારા યોજનામાં મફત સારવાર આપવાનો ઈન્કાર કરી રોકડા આપી સારવાર કરાવવાની ફરજ પાડી હતી. પરમ હોસ્પિટલમાં દર્દીઓ પાસે ઘૂંટણના રિપ્લેસમેન્ટની રિવિઝન સારવાર માટે પણ યોજનામાં અંતર્ગત મફત સારવાર મળવાપાત્ર હોવા છતાં રોકડા નાણાં લેવામાં આવી રહ્યા હતા. તથા આયુષ્માન મિત્રને માત્ર ઘૂંટણના રિપ્લેસમેન્ટ અને થાપાના રિપ્લેસમેન્ટ વિષે જ માહિતી હતી અને અન્ય તમામ ઓર્થોપેડિક (હાડકાને લગતી) સારવાર વિષે કોઈપણ જાણકારી જ ન હતી.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *