સુરત, 18 જાન્યુઆરી : સુરત જીલ્લાના કામરેજ તાલુકામાં હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ, પેકેજ-સી4 હેઠળ વાયડકટ (NHSRCL Ch.281) ની કામગીરી કરવામાં આવનાર છે. જેથી સુરત જિલ્લાના અધિક મેજીસ્ટ્રેટવાય.બી.ઝાલા દ્વારા એક જાહેરનામા દ્વારા વેલંજા જોઈનીંગ રોડના વાહન વ્યવહારને ડાયવર્ટ કર્યો છે.
જાહેરનામા અનુસાર જિલ્લાના કામરેજના કાર્યપાલક ઈજનેર પંચાયત(મા. અને મકાન) વિભાગ હસ્તકના વેલંજા જોઈનીંગ કેનાલ રોડ ચે,1/20 થી 1/40 પર વાહનોની અવર-જવર તા.13/01/2023થી તા.28/02/2013 સુધી પસાર થવા પર પ્રતિબંધ રહેશે. વૈકલ્પિક વ્યવસ્થા તરીકે તમામ વાહનો (1) ગોથાણ વેલંજા અંત્રોલી સ્ટેટ હાઈવે (2) કઠોર અંત્રોલી ઘલુડી (3) શેખપુર અંત્રોલી વગા રોડ તરફ જઈ શકશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત