
18 જાન્યુઆરી, બેંગલોર : વૈશ્વિક માનવતાવાદી અને આધ્યાત્મિક ગુરુ, ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીએ મહામારી પછીના આ સમયમાં વૈશ્વિક નેતાઓની વિશાળ સભાઓમાંની એકને સંબોધન કર્યું . તેમાં તેમણે કોવીડ-19 મહામારીને પરિણામે નીપજેલી જટીલ વૈશ્વિક માનસિક સ્વાસ્થ્ય સમસ્યાથી પીડિત દુનિયાની માવજત કરવા બાબતે પોતાના વિચારો રજુ કર્યા.
ગુરુદેવે કહ્યું, “કોવીડ-19 મહામારીનો દુનિયાભરમાં જે રીતે પ્રતિકાર કરવામાં આવ્યો તેનાથી સ્પષ્ટ થાય છે કે જ્યારે આપણે સાથે મળીને કામ કરીએ છીએ ત્યારે આપણે વધારે સારા અને યોગ્ય સ્વાસ્થ્ય પરિણામો હાંસલ કરી શકીએ છીએ.માનસિક સ્વાસ્થ્યની માવજત કરવાના હાલના ઉપાય બિનકારગત છે અને એક મૂળભૂત બદલાવની જરૂર છે.આપણે સમસ્યાનું જે મૂળભૂત કારણ હોય છે તેને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી સુલઝાવવું જોઈએ અને મન તથા ભાવનાઓને નિયંત્રિત કરવા શ્વાસના ઉપયોગ પર સમીક્ષા કરવી જોઈએ.” તેમણે દુનિયાભરમાં માનસિક સ્વાસ્થ્ય પાછળ ખર્ચાતા ડોલર વિશે પણ વાત કરી. અને ઉમેર્યું કે આ પડકારને પહોંચી વળવા કેવી રીતે ભારત પાસે આયુર્વેદ,ધ્યાન અને યોગ સ્વરૂપે આધ્યાત્મિક તથા ખૂબ અસરકારક ઉપચાર પધ્ધતિઓ છે.

આ 53મી WEF નો વિષય હતો ‘વિભાજીત દુનિયામાં સાથ-સહકાર’.આ વિષય આર્ટ ઓફ લિવિંગના કોસોવો, કોલંબિયા,લેબેનોન,ઈરાક,પાકિસ્તાન, ભારત અને અન્ય દેશોમાં 40 દાયકા કરતાં વધારે સમયથી કરવામાં આવી રહેલા વિખવાદના નિરાકરણ તથા સંવાદ સાધવાના કાર્યોને સમાંતર છે.આ પરિસંવાદમાં 130 દેશોના 2700 નેતાઓ અને ૫૨ દેશોના વડાઓ ભાગ લઈ રહ્યા છે, જેમાં ભારતના 100 ઉચ્ચ પદાધિકારીઓ સમાવિષ્ટ છે. દુનિયાને અસર કરતી બાબતો જેમ કે ભૂ-રાજકીય વિખવાદો,ખોરાક અને ઊર્જાની ઉણપ, આબોહવામાં ફેરફારો અને અન્ય વિષયોની ચર્ચા કરવા તથા એક વધારે સ્થિતિસ્થાપક વૈશ્વિક વ્યવસ્થા માટેની રુપરેખા તૈયાર કરવા નેતાઓ એકત્રિત થઈ મંત્રણાઓ કરશે.
ગુરુદેવે 21 વર્ષ પછી ફરીથી WEF માં પરિસંવાદને સંબોધન કર્યું. મહામારીએ માનસિક સ્વાસ્થ્યના પડકારને વધારે વિકટ બનાવ્યો છે.જ્યારે દુનિયા એમાંથી બહાર આવીને સામાન્ય પરિસ્થિતિ સ્થાપવા પ્રયત્નો કરી રહી છે ત્યારે અનેક સમસ્યાઓ ભૂ-રાજકીય વિસ્તારોને વિભાજીત કરી રહી છે અને ત્યારે WEF ૨૦૨૩ નું આ સંગઠન મળી રહ્યું છે.દક્ષિણ એશિયાના પુનરુત્થાન પર પ્રકાશ પાડતા ગુરુદેવે પોતાના વિચારો રજુ કર્યા કે કેવી રીતે દુનિયાભરના દેશો સંયુક્ત રીતે વ્યુહાત્મક સહકાર માટેના વિષયો પસંદ કરી શકે છે જેથી માનસિક સ્વાસ્થ્ય બાબતે સમજણ તથા સંધાન પેદા કરવા અને લાંછન દૂર કરવા માટેના ઉપાય શોધવા વાર્તાલાપ શરુ કરી શકાય.

ગુરુદેવે માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓમાં પોતાના સફળ નીવડેલા અભિગમ વિશે જણાવ્યું-વ્યક્તિઓને મજબૂત બનાવીને સમાજને મજબૂત બનાવવો.આ અભિગમથી 30,000 કરતાં વધારે કાર્યક્રમના સંચાલકોને પ્રેરણા મળી છે અને 10 લાખ કરતાં વધુ સ્વયંસેવકો વૈશ્વિક સ્તરે સજાગ અને અન્યોની કાળજી લેતા સમાજના ઘડતરમાં જોડાયા છે.આ સકારાત્મક ચળવળનો લાભ 180 દેશોના 5 કરોડ લોકોને વિવિધ રીતે મળ્યો છે.દુનિયાના 8 લાખ જેલવાસીઓને લાભ મળ્યો છે.ભારતના અંતરિયાળ વિસ્તારોમાં 1096 નિઃશુલ્ક શાળાઓ ચાલે છે જે 82,000 કરતાં વધુ બાળકોને શિક્ષણ આપી રહી છે.ભારતમાં 70 નદીઓ અને ઉપનદીઓનું પુનરુત્થાન કરવામાં આવ્યું છે.22 લાખ ખેડૂતોને આબોહવાને અનુરૂપ તથા નૈસર્ગિક ખેતી માટે તાલીમ આપવા આવી છે.23 રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના 500 કરતાં વધુ જીલ્લાઓમાં 3,09,907 લોકોને વિવિધ કૌશલ્યની તાલીમ આપવામાં આવી છે. SSRDP દ્વારા સંચાલિત વિવિધ 50 કરતાં વધુ પ્રકારની રોજગારલક્ષી તાલીમ આપતા ૯૫ કૌશલ્ય વિકાસ કેન્દ્રો ઉપલબ્ધછે.
શ્રી શ્રી રવિશંકરજી વિશે
ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી એક વૈશ્વિક માનવતાવાદી,આધ્યાત્મિક નેતા અને શાંતિના પ્રણેતા છે,જે 42 કરતાં વધુ વર્ષોથી સ્વાસ્થ્ય તથા તંદુરસ્તી માટે શ્વાસ આધારિત ધ્યાનની પ્રક્રિયાઓ શીખવતા આવ્યા છે.નેતાગીરી,તનાવમુક્ત જીવન અને હિંસામુક્ત સમાજ માટે તેમની એક નવીન રુપરેખા છે ,જેના માટે તેમના અભિગમમાં પ્રાચીન વૈદિક જ્ઞાન તથા આધુનિક સુજ્ઞતાનો સમન્વય જોવા મળે છે.દુનિયાભરના લાખો લોકોએ ગુરુદેવના કાર્યક્રમો દ્વારા પ્રતિકૂળતામાં પણ શાંતિ અને સ્થિતિસ્થાપકતાનો અનુભવ કર્યો છે.તેઓ પોતાના જીવનમાં શ્રેષ્ઠ પામવા ઉપરાંત સામાજિક પરિવર્તન માટે અસરકારક માધ્યમ બનવાનું શીખ્યા છે.ગાંધીજીના અહિંસાના સિધ્ધાંતને અગ્રતા આપતાં ગુરુદેવ શ્રીલંકા,ઈરાક, વેનેઝુએલા અને કોલંબિયાના વિખવાદગ્રસ્ત વિસ્તારોમાં શાંતિ મંત્રણાઓ માટે મધ્યસ્થી બન્યા છે.કોલંબિયામાં FARC અને કોલંબિયાની સરકાર વચ્ચેના ૫૨ વર્ષોના હિંસક વિખવાદનો અંત લાવવામાં તેમણે ભજવેલી મુખ્ય ભૂમિકાને નવાજવામાં આવી છે.
આર્ટ ઓફ લિવિંગ વિશે
180 દેશોમાં કાર્યરત છે એવું આ આર્ટ ઓફ લિવિંગ(AOL) ફાઉન્ડેશન બિનનફાકારક,શૈક્ષણિક અને માનવતાવાદી સંસ્થા છે જેની સ્થાપના 1981 માં માનવતાવાદી અને આધ્યાત્મિક નેતા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી દ્વારા કરવામાં આવી હતી.AOL ના તમામ કાર્યક્રમો ગુરુદેવની તનાવ અને હિંસામુક્ત સમાજની રચના દ્વારા વૈશ્વિક શાંતિની સ્થાપનાની ફીલસુફી દ્વારા પ્રેરિત હોય છે.આર્ટ ઓફ લિવિંગે તેના અનેક શૈક્ષણિક અને સ્વવિકાસ કાર્યકર્મો દ્વારા ૫ કરોડ કરતાં વધુ લોકોના જીવનમાં પરિવર્તન આણ્યું છે.આ કાર્યક્રમો વ્યક્તિને તનાવ મુક્તિમાં સહાય કરે છે અને તેમને ગહેરી, દીર્ઘ આંતરિક શાંતિ,ખુશી અને તંદુરસ્તી બક્ષે છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત