સુરત, 18 જાન્યુઆરી : મજુરાગેટ સ્થિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા-આઈટીઆઈમાં આવેલા નેશનલ કરિયર સર્વિસ સેન્ટર દ્વારા આગામી તા.20મી જાન્યુ.ના રોજ સવારે 10:30 વાગ્યે મજૂરા ITI ખાતે રોજગાર મેળો યોજાશે. જેમાં (1) નવજીવન મોટર્સ પ્રા.લિ. માટે સેલ્સ એક્ઝિક્યુટિવ, સર્વિસ એડવાઈઝર, ટેલિકોલર, (2) ક્વેલ સ્ટાફિંગ-સુરત માટે વેરહાઉસ એસોસિયેટ, બિઝનેસ ડેવલપમેન્ટ, સ્ટોર આસિસ્ટન્ટ, રિટેલ આસિસ્ટન્ટ, (3) એક્સિસ બેન્કમાં સેલ્સ એક્ઝિક્યુટિવ, (4) ઓમ ઇન્સ્યોરન્સ બ્રોકરમાં એકાઉન્ટ એક્ઝિક્યુટિવ અને સેલ્સ એક્ઝિક્યુટિવ, (5) જીઓ ડિજિટલ લાઈફમાં ઇન્સ્ટોલેશન એક્ઝિક્યુટિવ, ( 6) રિલાયન્સ ઇન્ફોકોમ લિ.-સુરત માટે હોમ્સ સેલ્સ ઓફિસર, જીઓ ફાઇબર એન્જિનિયર અને જીઓ ફાઇબર એસોસિએટની ભરતી યોજાશે.
ઉપરોક્ત જગ્યાઓ માટે કોઈપણ શાખાના ગ્રેજ્યુએટ અન્ડર ગ્રેજ્યુએટ, ડિપ્લોમા/બી.ઇ.(ઇલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશન) અને આઈટીઆઈ પાસ આઉટ ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે. ઇલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશનની યોગ્યતા ધરાવનારાઓને ઉપરોક્ત જગ્યાઓ માટે પ્રાધાન્ય આપવામાં આવશે એમ ડો. અમનદીપ સિંઘ, સબ રિજીયોનલ એમ્પ્લોયમેન્ટ ઓફિસર, નેશનલ કરિયર સર્વિસ સેન્ટર-સુરતની યાદીમાં જણાવાયું છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત