
સુરત, 18 જાન્યુઆરી : કેન્દ્ર સરકારનાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કાર્યરત ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાન હેઠળ ‘રાષ્ટ્રીય બાલિકા દિવસ’નાં ભાગ રૂપે મહિલા અને બાળ અધિકારીની કચેરી,સુરત ખાતે તા:18/01/2023થી તા:24/01/2023 સુધી વિવિધ વિષયો પર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ ‘પ્રતિજ્ઞા વાંચન’ દ્વારા સિગ્નેચ ડ્રાઈવ યોજાઈ હતી. જેમાં મહિલા અને બાળ અધિકારી બી.જે. ગામીતે બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના વિશે માહિતી આપી હતી. બાળકીઓનાં જન્મદરને પ્રોત્સાહન મળી રહે તે માટે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ 24 જાન્યુઆરીએ ‘રાષ્ટ્રીય બાલિકા દિવસ’ની ઉજવણી કરાશે.

તા.19મીએ બાળકીઓમાં સ્કીલ ડેવલપમેન્ટના મહત્વને લગતી ગ્રામસભાઓ/મહિલા સભાઓ, તા.20મીએ ખાનગી/સરકારી શાળાઓમાં કિશોરીઓને રમત-ગમત ક્ષેત્રે આગળ વધારવા સ્લોગન લેખન, ચિત્રકામ જેવી સ્પર્ધાઓનું આયોજન, તા.23મીએ ધર્મગુરુઓ અને સમાજ અગ્રણીઓ સાથે બાળલગ્ન પ્રથાની નાબુદી માટેના જાગૃતિ કાર્યક્રમો, તા.24મીએ ટોક-શો, વૃક્ષારોપણ, વિવિધ ક્ષેત્રે ઉત્તીર્ણ થયેલી કિશોરીઓને પ્રોત્સાહિત કરતા કાર્યક્રમો.

આ કાર્યક્રમમાં મહિલા કલ્યાણ અધિકારી સ્મિતા પટેલ, સમાજ સુરક્ષા અધિકારી જીગ્નેશ ચૌધરી, દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી ધર્મેશ વસાવા તથા કિરણ લકુમ, અન્ય વિભાગના કર્મચારીઓ, વનિતા વિશ્રામ સ્કુલની વિધાર્થીનીઓ અને શિક્ષકો હાજર રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત