કેન્દ્રીય રાજ્યસંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે સુરત હેડ પોસ્ટ ઓફીસ ખાતે ‘પાર્સલ સેન્ટર’નો શુભારંભ કરાયો

વેપાર જગત
Spread the love

સુરત, 20 જાન્યુઆરી : ભારતીય ટપાલ વિભાગ અને ગુજરાત ટપાલ વિભાગ દ્વારા સુરત હેડ પોસ્ટ ઓફીસ ખાતે કેન્દ્રીય રાજ્યસંચારમંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે ‘પાર્સલ સેન્ટર’નો શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે મંત્રીએ “ મોબાઇલ પાર્સલ વેન” સેવાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, જ્યારે સમગ્ર વિશ્વ થમી ગયું હતું ત્યારે ઘરે ઘરે જઈને ગરીબ માતાઓને પૈસા આપવાનું કામ કર્યું હોય પોસ્ટ વિભાગે કર્યું હતું. આજે પોસ્ટ વિભાગની વિશ્વસનીયના પરિણામે ટ્રેડર્સો એમઓયુ કરવા તૈયાર થયા છે. અત્યાર સુધી ગ્રાહકે પહેલા પાર્સલનું પેકેજિંગ કરાવવા અને પછી પાર્સલ બુક કરાવવા માટે અલગ-અલગ ઓફિસોમાં જવું પડતું હતું, જેના કારણે ગ્રાહકના સમય અને પૈસાનો વ્યય થતો હતો. પાર્સલ સેન્ટર શરૂ થવાથી એકસાથે પાર્સલ પેકેજિંગ અને પાર્સલ બુકિંગની સુવિધાના કારણે ગ્રાહકના સમય અને નાણાંની બચત થશે તેમ તેમણે જણાવ્યું હતું.

સુરતના ગ્રાહકોની પાર્સલ સેવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, “પાર્સલ સેન્ટર” શરૂ કરવામાં આવ્યું છે જેના કારણે તમામ પ્રકારના પાર્સલ બુકિંગની સેવા મળી રહેશે. ગ્રાહકોએ માત્ર તેમના પાર્સલ સાથે સુરત હેડ પોસ્ટ ઓફિસ આવવાનું રહેશે. અહીં તેઓ સસ્તા દરે બુક કરાવીને કેન્દ્ર પરથી પાર્સલ બુકિંગ સાથે પેકેજિંગની સુવિધા પણ મળી રહેશે. આ “પાર્સલ સેન્ટર” દ્વારા, તે ગ્રાહકના સમય અને નાણાંની બચત કરવા માટે ફાયદાકારક થશે. આ પ્રસંગે પાર્શલ સેવાના વોરીયર્સોનું સન્માન કરવામાં આવ્યું હતું.

“ મોબાઇલ પાર્સલ વેન”ની સુવિધા શહેરના પુનાગામ, સુરત ટેક્સટાઈલ માર્કેટ, સરોલી અને બોમ્બે માર્કેટ વિસ્તારમાં આપવામાં આવશે. જેના કારણે ગ્રાહકોને તેમના દ્વારે સેવા મળી રહેશે. ભવિષ્યમાં આ સેવા થકી સુરત શહેરનાં દરેક વિસ્તારને આવરી લેવા માટે મોબાઇલ પાર્સલ વેનનાં અન્ય બીજા રૂટો પણ શરૂ કરવામાં આવશે. મહત્વપૂર્ણ સેવા ગુજરાતનાં દરેક શહેરમાં પહોચાડવામાં આવશે. મહત્તમ ગ્રાહકોને પાર્સલ સેવાનો આ લાભ તેમનાં દ્વારે જ સરળતાથી મળી શકશે.આ પ્રસંગે મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ ગુજરાત સર્કલ નીરાજ કુમાર, પોસ્ટ માસ્ટર જનરલ દક્ષિણ ગુજરાત વડોદરા પ્રીતિ અગ્રવાલ, ડાયરેક્ટર પોસ્ટલ સેવા દક્ષિણ ગુજરાત ડૉ. એસ. શિવરામ અને પોસ્ટ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *