બારડોલી તાલુકાના તરસાડી ગામના ગેજ્યુએટ યુવાને 70 ગીર ગાયોનું સંવર્ધન કરી ગૌશાળા બનાવી

સ્થાનિક
Spread the love

સુરત, 23 જાન્યુઆરી : સ્નાતક સુધી અભ્યાસ કરી પોતનો વારસાગત પશુપાલનના ધંધામાં જોડાઈ 70 ગીર ગાયોનું પાલન કરી એમાંથી પરિવારનું ગુજરાન ચલાવતા લાલજી રબારીએ જણાવ્યું હતું કે, ગાય માતાના અણુએ અણુમાં શુભત્વ રહેલું છે, તેમાં વસતા દેવતાઓથી ગાયમાતા આપણા જીવનની અનેક મુશ્કેલીઓ દુર કરે છે. જે લોકો ગાય પાળતા હોય અને જે લોકોના ઘરના આંગણામાં ગૌ-માતા સદાય રહેતા હોય એવા લોકોના ઘરના વાસ્તુ દોસ્ત સ્વયંભૂ નાશ પામે છે.સાત પેઢીથી મારું પરિવાર ગાયનું રક્ષણ અને પાલન કરી તેમાંથી આજીવિકા મેળવી રહ્યું છે.મને પણ નાનપણથી ગાયો પ્રત્યે પ્રીતિ હતી.જેથી ભાવનગરથી ગેજ્યુએટ અભ્યાસ પુર્ણ કરી પરિવારના વારાસગત વ્યવસાયમાં જોડાયા હતો.

કોલેજ પુર્ણ કરી વર્ષ 2015માં ભાવનગરથી સુરત આવ્યા ત્યારે 25 ગાયોથી ગીર ગાયનું પાલનની શરૂઆત કરી હતી, આજે હું 70 ગીર ગાયોનું પાલન કરી એમાંથી મળતા દૂધમાંથી 180 લિટર દુધ ડેરીમાં ભરું છું. તેમજ બાકીનું છુટક વેચાણ કરી મહિને 30 હજારથી વધુની આવક મેળવી રહ્યો છું. ઉપરાંત ગીરગાયનું છાશ,દંહી,ગૈમુત્ર,છાણા તેમજ છાણમાંથી બનતું ખાતરનું પણ વેચાણ કરી પણ કરું છું.તેમજ પ્રાકૃતિક ખેતી માટે ઉપયોગમાં લેવામાં આવતું છાણયું ખાતરનું પણ વેચાણ કરીએ છીએ.જેમાંથી વધારાની આવક મળે છે.

ભાવનગરના સણોસરા ગામના હાલ બારડોલી તરસાડીમાં રહેતા 31 વર્ષીય ગુજ્યુએટ યુવાન લાલજી રબારી પોતાના પિતા અને ભાઇની સલાહથી પોતના પરિવારના પરંપરાગત વ્યવસાયમાં જોડાઈ ગૌશાળા શરૂ કરી છે. ત્યાં તેવો ગીર ઓલાદની ગાયોનું સંવર્ધન કરે છે.તેમણે 25 ગાયથી પશુપાલનની શરૂઆત કરી હતી.આજે તેની પાસે નાની-મોટી મળી 70 ગાય છે.લાલજી રબારી તરસાડી ગામમાં ગૌશાળા અને સંવર્ઘન કેન્દ્ર ચલાવે છે, જેમાં ભારતીય નસલની દેશી ગીર પાળે છે. અત્યારે તેની પાસે નાની-મોટી મળીને કુલ 70 ગાય છે.ગાયોના દૂધમાંથી મહિને ૩૦ હજારની આવક મળવે છે.ઉપરાંત દંહી,છાશ,ગૌમુત્ર,છાણા તેમજ પ્રાકૃતિક ખેતી માટે ઉપયોગી બનતું છાણીયું ખાતરનું વેચાણ કરી કમાણી કરે છે.અગામી સમયમાં દુધમાંથી પનીર બનાવી વેચાણ કરીશું એમ તેમણે ઉમેર્યું હતું.

જિલ્લા ખેતીવાડી અધિકારી નિતિન ગામીત અને તેઓની ટીમનું અવારનવાર માર્ગદર્શન મળતું રહે છે અને પ્રાકૃતિક ખેતી તરફ આ યુવા પશુપાલક અગ્રેસર થયો છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *