સુરત, 23 જાન્યુઆરી : પ્રજાસત્તાક દિન 26મી જાન્યુઆરી, 2023 સૂરત જિલ્લા કક્ષાની ઉજવણી નાણા, ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ મંત્રી કનુ દેસાઈના અધ્યક્ષસ્થાને ક્રિભકો સ્પોર્ટ કોમ્પલેક્ષ, ક્રીભકો ટાઉનશીપ લીમલા ગામ તા.ચોર્યાસી ખાતે યોજાશે. જેમાં આરોગ્ય વિભાગ, ખેતીવાડી વિભાગ, ડી.જી.વી.સી.એલ., આઈ.સી.ડી.એસ., જેટકો, ડી.ઈ.ઓ, વાસ્મો, વન વિભાગ દ્વારા જીલ્લામાં મેળવેલ સિદ્ધિઓના આકર્ષક ટેબ્લો રજૂ થશે સાથે સાથે પોલીસ પરેડ સાથે અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.
કૃભકોનગર ખાતે યોજાનાર પ્રજાસતાક દિનની ઉજવણીમાં સુરત જીલ્લાની જાહેર જનતાને ઉત્સાહભેર જોડાવા અને ઉપસ્થિત રહેવા જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવવામાં આવ્યું છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત