સુરત શહેર-જિલ્લામાં ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ યોજાયો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા

સ્થાનિક
Spread the love

સુરત, 27 જાન્યુઆરી : કેન્દ્રીય શિક્ષા મંત્રાલય દ્વારા આજ રોજ દેશવ્યાપી ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જેના ભાગરૂપે કામરેજ સ્થિતધી.કે.વી.કો.ઓ.માધ્યમિક શાળા, રામકબીર ખાતે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે પરીક્ષા સંદર્ભે જીવત પ્રસારણમાં સીધો સંવાદ કર્યો હતો. જેનું સમગ્ર જીવંત પ્રસારણ શિક્ષણ રાજ્યમંત્રીપ્રફુલ પાનસેરીયા તથા ઉપસ્થિત વિદ્યાર્થીઓ,શિક્ષકો અને વાલીઓએ નિહાળ્યું હતું.

આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી પાનશેરિયા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રમોદીએ વિદ્યાર્થીઓ સાથે પરિક્ષાલક્ષી સંવાદ કરી વિદ્યાર્થીઓની મૂંઝવણો દુર કરવાનું અવિરત કાર્ય કર્યું છે. દુનિયામાં ભારત એવો દેશ છે કે, જ્યાં વડાપ્રધાન પોતે પરિક્ષા પે ચર્ચા એટલે કે વિદ્યાર્થીઓના ખંભે હાથ રાખી એમને હિંમત આપવાનું કામ કરે છે, પરિક્ષા પે ચર્ચા કાર્યકમ વિદ્યાર્થીઓના પ્રશ્નોના નિરાકરણ કરવાનું એકમાત્ર માધ્યમ બન્યું છે.

વડાપ્રધાનના સંવાદ થકી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ બમણો થયો છે અને વિદ્યાર્થીઓ તણાવમુક્ત થયા છે. વડાપ્રધાનએ વિદ્યાર્થીઓને પોતાના જ્ઞાનનું ભાથું આપી આવનાર સમયમાં વિદ્યાર્થીઓને આગળ વધવાની પ્રેરણા આપી હતી.સાથે સાથે શિક્ષકો અને વાલીઓને પણ વિદ્યાર્થીઓ સાથે કેવી રીતે વર્તવું એનું માર્ગદર્શન આપ્યું હતું.પરીક્ષાને તહેવાર બનાવી દો. પરીક્ષાનો ડર દિમાગમાંથી કાઢી નાખો. એપ્રિલ અને મે મહિનો તો તહેવારનો મહિનો છે. ટેન્શન રાખવાનો મહિનો નથી.માતા-પિતા અને શિક્ષકોને પણ એવી સલાહ આપી હતી કે, બાળકો ઉપર અકારણ પરીક્ષાનો ડર હાવી થવા ન દો. બાળકો ચિંતા કરે એવી રીતે પરીક્ષા પરીક્ષા કર્યા કરવું નહિ.બોર્ડની પરીક્ષાઓને સાધારણ વર્ષોની પરીક્ષાની જેમ જ જોવી જોઈએ એમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દિપક દરજી, તાલુકા પંચાયત સભ્ય રમેશ સિંગારા, માજી જિલ્લા પંચાયત સભ્ય પ્રિતિપટેલ,શાળાના આચાર્ય શૈલેષ દેસાઇ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *