
સુરત, 27 જાન્યુઆરી : ઓલપાડ તાલુકામાં એસ.ટી ડેપો ખાતે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય શાખા, જીલ્લા પંચાયત સુરત દ્વારા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારે ડો.અનીલ પટેલ અને એપીડેમીક મેડીકલ ઓફિસર ડો. કૌશિક મહેતાના માર્ગદર્શન હેઠળ જીલ્લા ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા, કાઉન્સેલર કીર્તિરાજ સોલંકી તેમજ ડી.એસ.આઈ હસમુખ રાણા તેમજ ડેપો મેનેજર ઓલપાડ વિનય ગામીત અને સ્ટેસન ઇન્ચાર્જ રાજેન્દ્ર સુરતીના આયોજન અને સહકાર દ્વારા તમાકુ નિષેધ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

એસ.ટી વિભાગના 50 જેટલા ડ્રાઇવર, કંડકટર અને અધિકારીઓને સિગરેટન એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ્ એક્ટ – 2003 વિષેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, વર્કશોપનો મુખ્ય હેતુ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમને સુરત જીલ્લા ખાતે વધુ વેગ અને કોટ્પા-2003 અધિનિયમનું સઘન અમલીકરણ થઇ રહે તેમજ તામાંકુથી થતા ગંભીર રોગો અને સ્વાસ્થ્ય પર થતી ઘાતક અસરો તેમજ આવનાર પેઢી તમાકું મુક્ત બની રહે એ સંકલ્પ સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત