
સુરત, 30 જાન્યુઆરી : મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ (MoHUA) દ્વારા તા.6 જુન, 2022નાં રોજ ‘ઈઝ ઓફ લિવિંગ ઇન્ડેકક્ષ (EOLI)’, ‘મ્યુનિસિપલ પરફોર્મન્સ ઈન્ડેક્ષ (MPI)’, ‘કલાયમેટ સ્માર્ટ સિટીઝ એસેસમેન્ટ ફ્રેમવર્ક (CSCAF)’ તેમજ ‘ડેટા મેચ્યોરિટી એસેસમેન્ટ ફ્રેમવર્ક (DMAF)’ જેવાં અલગ અલગ એસેસમેન્ટ ફ્રેમવર્કોને આવરી લેતું કોમોન ‘અર્બન આઉટકમ ફ્રેમવર્ક (UOF)’ લોન્ચ કરવામાં આવેલ.સદર ફ્રેમવર્કમાં કુલ 14 વિવિધ સેક્ટર માટેના કુલ 442 ઈન્ડીકેટર/ડેટા પોઈન્ટનો સમાવેશ કરવામાં આવેલ અને જે મુજબ સુરત મહાનગરપાલિકા અને સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમીટેડ દ્વારા તમામ ઈન્ડીકેટર/ડેટા પોઈન્ટને સંબધિત જરૂરી માહિતી સહિતનું સબમીશન નિયત સમયમર્યાદામાં કરવામાં આવેલ.મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ (MoHUA) દ્વારા શહેરો દ્વારા તમામ ઈન્ડીકેટર/ડેટા પોઈન્ટની સબમિટ કરવામાં આવેલ માહિતીઓનું અવલોકન કર્યેથી જણાવેલ કે તમામ ઈન્ડીકેટર/ડેટા પોઈન્ટનું યોગ્ય રીતે સબમીશન કરવામાં સુરત શહેર પ્રથમ 4 (ચાર) શહેરોમાં છે.
તમામ ઈન્ડીકેટર/ડેટા પોઈન્ટનું સબમીશન પૂર્ણ થયેથી મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ (MoHUA) દ્વારા તા.10 નવેમ્બર, 2022નાં રોજ અર્બન આઉટકમ ફ્રેમવર્ક (UOF) અંતર્ગત ઈઝ ઓફ લિવિંગ ઇન્ડેક્ષનાં ભાગરૂપે “સિટીઝન પર્સેપ્સન સર્વે” લોન્ચ કરવામાં આવેલ.સદર સર્વેમાં શહેરમાં ઉપલબ્ધ સેવાઓ, સુવિધાઓ તેમજ જીવનની ગુણવત્તા વિશે વિવિધ ક્ષેત્રોનાં નક્કી કરવામાં આવેલ પ્રશ્નોના સમૂહોનાં આધારે નાગરિકો પાસેથી ઓફલાઈન અને ઓનલાઈન માધ્યમથી 31 જાન્યુઆરી, 2023 સુધી અભિપ્રાય/ધારણા મેળવવામાં આવનાર છે.જે સંદર્ભે, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ (MoHUA) દ્વારા નિયુક્ત કરવામાં આવેલ એજન્સી દ્વારા સુરત શહેરની મુલાકાત લઇ ઓફલાઈન માધ્યમથી શહેરીજનોનાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે.વધુમાં, સિટીઝન પર્સેપ્સન સર્વેમાં મહત્તમ શહેરીજનો ઓનલાઈન માધ્યમથી પોતાનો અભિપ્રાય આપી શકે એ હેતુથી સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ/કાર્યક્રમોનું આયોજન કરી નાગરિકોમાં જાગૃતતા ફેલાવવામાં આવી રહેલ છે. આજ દિન સુધી 3 લાખ શહેરીજનો દ્વારા સિટીઝન પર્સેપ્સન સર્વેમાં ઓનલાઈન માધ્યમથી પોતાનો અભિપ્રાય આપી ભાગ લેવામાં આવેલ છે.
મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ (MoHUA) દ્વારા સિટીઝન પર્સેપ્સન સર્વે અંતર્ગત શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા શહેરોને સન્માનિત કરવામાં આવશે તેમજ શહેરનાં નાગરિકોને સદર સર્વેમાં ભાગ લેવા બદલ મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ (MoHUA) દ્વારા ‘Certificate of Participation’ પણ એનાયત કરવામાં આવેલ.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત