એબીએફઆરએલએ અનન્યા બિરલા અને આર્યમાન વિક્રમ બિરલાને ડિરેક્ટર્સ તરીકે બોર્ડમાં સામેલ કર્યા

વેપાર જગત
Spread the love

સુરત :આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલના બોર્ડની બેઠક આજે યોજાઈ હતી, જેમાં અનન્યા બિરલા અને આર્યમાન વિક્રમ બિરલાને ડિરેક્ટર્સ તરીકે સામેલ કરવામાં આવ્યાં હતાં. અનન્યા બિરલા અને આર્યમાન વિક્રમ બિરલા ઉદ્યોગસાહસિકતા અને વ્યવસાયના નિર્માણમાં સમૃદ્ધ અને બહોળો અનુભવ ધરાવે છે. બોર્ડ માને છે કે, એબીએફઆરએલને તેમના નવા ઉપયોગી સૂચનો અને વ્યવસાયિક કુનેહમાંથી લાભ થશે.
આ નિમણૂક પર આદિત્ય બિરલા ગ્રૂપના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ કહ્યું હતું કે, “આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલએ વિવિધ કેટેગરીઓ અને ફોર્મેટમાં ફેશન બ્રાન્ડ્સનો વિશાળ પોર્ટફોલિયો ઊભો કર્યો છે, જે ભારતીય એપેરલ બજારના તમામ મુખ્ય સેગમેન્ટને આવરી લે છે. છેલ્લાં થોડાં વર્ષોમાં કંપનીએ નવા વિવિધ વિકસતાં સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે, જેમ કે એથનિકવેર – જેમાં ભારતીય ડિઝાઇનરો સાથે ભાગીદારી સામેલ છે, લક્ઝરી, સ્પોર્ટ્સવેર અને એના ડિજિટલ વેન્ચર TMRWમારફતે અદ્યતન વ્યવસાયો. એબીએફઆરએલ પ્લેટફોર્મ હવે પ્રયોગજન્ય વૃદ્ધિના નવા પ્રવાહ માટે સજ્જ છે. અનન્યા અને આર્યમાનની તેમણે પસંદ કરેલા ક્ષેત્રોમાં અસાધારણ વ્યક્તિગત ઉપલબ્ધિઓ તથા તેમના સ્વતંત્ર ઉદ્યોગસાહસોમાં સફળતાએ તેમને મોટી જવાબદારીઓ લેવા માટે તૈયાર કર્યા છે.
અનન્યા બિરલા સફળ ઉદ્યોગસાહસિક મહિલા છે અને પ્લેટિનમ સેલિંગ આર્ટિસ્ટ છે. તેમણે 17 વર્ષની વયે પ્રથમ કંપની સ્વતંત્ર માઇક્રોફિન પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના કરી હતી, જે ભારતની સૌથી વધુ ઝડપથી વિકસતી એમએફઆઇ પૈકીની એક છે. કંપનીની એયુએમ 1 અબજ ડોલરથી વધારે છે અને 120 ટકાના સીએજીઆર પર વૃદ્ધિ કરી છે (2015થી 2022). 7000 થી વધારે કર્મચારીઓ સાથે કંપની ગ્રેટ પ્લેસ ટૂ વર્કમાં સતત સ્થાન ધરાવે છે. CRISIL A+ રેટિંગ સાથે સ્વતંત્ર સેક્ટરમાં સૌથી નવી, સૌથી ઊંચું રેટિંગ ધરાવતી કંપની છે. સ્વતંત્રએ વર્ષ 2018માં માઇક્રો હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડનું સફળતાપૂર્વક એક્વિઝિશન કર્યું હતું. અનન્યા બિરલા ડિઝાઇન-સંચાલિત હોમ ડિકોર બ્રાન્ડ ઇકાઈ અસાઈના સ્થાપક પણ છે. સામાજિક મોરચે અનન્યા બિરલા એમપાવરના સહ-સ્થાપક છે અને અનન્યા બિરલા ફાઉન્ડેશનના સ્થાપક પણ છે.

આર્યમાન વિક્રમ બિરલા વિવિધ પ્રકારનો અનુભવ ધરાવે છે, જેમાં ઉદ્યોગસાહસિકતા, વીસી રોકાણ અને વ્યવસાયિક સ્પોર્ટ સામેલ છે. આર્યમાન આદિત્ય બિરલા ગ્રૂપના કેટલાંક વ્યવસાયો સાથે ગાઢ રીતે જોડાયેલા છે. ગ્રૂપના ચેરમેન કુમાર મંગલમ બિરલા સાથે ચર્ચાવિચારણામાં તેઓ ગ્રૂપના અદ્યતન વ્યવસાયોમાં પ્રવેશ કરવામાં સક્રિય રહ્યાં છે. આર્યમાને ગ્રૂપના D2C પ્લેટફોર્મ TMRWને ઇન્ક્યુબેટ કરવામાં મદદ કરી હતી તથા એના બોર્ડ પર ડિરેક્ટર છે. તેમણે ઉદ્યોગસાહસિકતાની સફરની શરૂઆત હોસ્પિટાલિટી વ્યવસાયમાં કરી હતી. આર્યમાન ગ્રૂપના વેન્ચર કેપિટલ ફંડ – આદિત્ય બિરલા વેન્ચર્સનું નેતૃત્વ પણ કરે છે. એબીજીમાં સામેલ થયા અગાઉ આર્યમાન કુશળ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટર હતા..

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *