સુરત, 2 ફેબ્રઆરી : સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત DLSS (ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કુલ) યોજના હેઠળ હાઈટ(ઉંચાઈ)ના આધારે તા.1/1/2010 પછી જન્મેલા અંડર-14 વયજૂથના કોઈ પણ ક્ષેત્રના ખેલાડી ભાઈઓ-બહેનો માટે પસંદગી પ્રક્રિયા અંતર્ગત સુરત શહેરમાં જીવનભારતી શાળા, ટીમલિયાવાડ, નાનપુરા અને બારડોલી તાલુકામાં એકલવ્ય મોડેલ સ્કુલ, મોતા ખાતે તા.06/02/2023ના રોજ ‘હાઈટહન્ટ’ યોજાશે. જેમાં જન્મતારીખ અને રહેઠાણના પૂરાવા સાથે ઉપસ્થિત રહેવું.તા.6ઠ્ઠીએ જીવનભારતી શાળામાં યોજાનાર ‘હાઈટહન્ટ’ માટે જય ભાડપોરિયા, વિશાલ કુમાવત અને પ્રતિક દાલીયા સંપર્ક કરવો, જ્યારે સુરત ગ્રામ્યના ખેલાડીઓ માટે મોતા-બારડોલી ખાતે યોજાનાર ‘હાઈટહન્ટ’ માટે જયદીપ ચૌધરી , દિવ્યેશ પટેલ એમ કુલ પાંચ કન્વીનર નીમવામાં આવ્યા છે, જેમનો સંપર્ક કરી શકાશે.
ભાગ લેવા માટે નિયત માપદંડો મુજબ 11 વર્ષની વયના ભાઈઓ માટે 160 અને બહેનો માટે 155 સે.મી ઉંચાઈ, 12 વર્ષના ભાઈઓ માટે 168 તેમજ બહેનો માટે 163 , 13 વર્ષના ભાઈઓની 173 અને બહેનોની 166 , 14 વર્ષના ભાઈઓની 179 અને બહેનોની 171 સે.મી. ઉંચાઈ ધરાવતા હોય તો તેઓ પસંદગી પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે. વધુ વિગતો માટે પ્રશિક્ષણ કેન્દ્ર, સી.બી. ભંડારી સ્કુલ, વી.આર. મોલની સામે, મગદલ્લા ખાતે રૂબરૂ સંપર્ક કરવા જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર-સુરતની યાદીમાં જણાવાયું છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત