
નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી : કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે આજ રોજ નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રીએ પોતાના હસ્તકના વિભાગો દ્વારા હાથ ધરવામાં આવતા કાર્યો-યોજનાઓ અંગેની વિગતોથી વડાપ્રધાનને માહિતગાર કર્યા હતાં.
વડાપ્રધાનએ કૃષિ મંત્રીને વિગતવાર સાંભળી જરૂરી સલાહ સૂચનો કર્યા હતાં અને છેવાડાના માનવી સુધી સેવાઓ પહોંચાડવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. વડાપ્રધાને મંત્રી હસ્તકના વિભાગો જેવા કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ જેવા પાયાના માણસોને સ્પર્શતા વિભાગોની કામગીરી થકી ખેતી, ખેડૂત અને અને ગામડાની ઉન્નતિ માટે સતત પ્રયત્નશીલ રહેવાનો મંત્ર આપ્યો હતો.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત