સુરત : ચેમ્બર દ્વારા ‘પોસ્ટ બજેટ એનાલિસિસ– 2023’ વિષે સેશન યોજાશે, ટેક્ષ કન્સલ્ટન્ટ બજેટ એનાલિસિસ રજૂ કરશે

સ્થાનિક
Spread the love

સુરત, 2 ફેબ્રઆરી : ભારતના કેન્દ્રિય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા 1 ફેબ્રુઆરી 2023ના રોજ વર્ષ 2023–24ના યુનિયન બજેટની જાહેરાત કરવામાં આવી હતી. આ બજેટ સંદર્ભે જુદા–જુદા ટેક્ષ એક્ષ્પર્ટ્સ દ્વારા એનાલિસિસ કરવામાં આવે છે. આથી બજેટ અંગેનું ચોકકસ વિસ્તૃત એનાલિસિસ જાણવાના હેતુથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા દર વર્ષે પોસ્ટ બજેટ એનાલિસિસ વિષે સેશનોનું આયોજન કરવામાં આવે છે.ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શુક્રવાર, 3 ફેબ્રુઆરી, 2023ના રોજ સાંજે 5 કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘પોસ્ટ બજેટ એનાલિસિસ– 2023’ વિષય ઉપર સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિષ્ણાંત વકતા તરીકે ટેક્ષ કન્સલ્ટન્ટ મુકેશ પટેલ દ્વારા બજેટ સંદર્ભે એનાલિસિસ ઉદ્યોગકારો તથા ટેક્ષ પ્રેકટીશનર્સ તેમજ પ્રોફેશનલ્સ સમક્ષ રજૂ કરવામાં આવશે.
આ સેશનના આયોજન માટે ધી સધર્ન ગુજરાત ઇન્કમ ટેક્ષ બાર એસોસીએશન, ધી સધર્ન ગુજરાત કોમર્શિયલ ટેક્ષ બાર એસોસીએશન, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસીએશન– સુરત, સોસાયટી ફોર ટેક્ષ એનાલિસિસ એન્ડ રિસર્ચ અને વલસાડ ડિસ્ટ્રીકટ જીએસટી પ્રેકટીશનર્સ એસોસીએશન– વાપીનો સહયોગ પ્રાપ્ત થયો છે. આ સેશનમાં જોડાવવા માટે ગુગલ લીન્ક પર http://bit.ly/3R7lIkK ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે..

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *