રવિવારે યોજાનાર સિવિલ એન્જિનીયરીંગની પરીક્ષામાં સુરત જિલ્લાના 4196 ઉમેદવારો પરીક્ષા આપશે

સ્થાનિક
Spread the love

સુરત, 3 ફેબ્રુઆરી : ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા આયોજિત સિવિલ એન્જિનીયરીંગ વર્ગ 1-2 ની પરીક્ષા તા.5/02/2023ના રોજ રાજયભરમાં યોજાનાર છે. જે અંતર્ગત ગુજરાત ઈજનેરી સેવા (સિવિલ) વર્ગ-1 અને વર્ગ-2 ની પ્રિલિમિનરી પરીક્ષામાં સુરત શહેરના કુલ-175 બ્લોકનાં 18 પરીક્ષા કેન્દ્રો ખાતે લેવાનાર છે. જેમાં પેપર-1સવારે 11 થી બપોરે 1 વાગ્યે અને પેપર-2 બપોરે 3 થી 6 વાગ્યે યોજાશે. જેમાં સુરત જિલ્લાનાં 4196 જેટલા ઉમેદવારો 175 બ્લોકનાં 18 કેન્દ્રો પરથી રવિવારે પરીક્ષા આપશે. આ 18 કેન્દ્રો પૈકી ઉમરા અને અઠવા ખાતે 5-5 તેમજ ખટોદરા અને અલથાણ વિસ્તારની ચાર-ચાર શાળા અને કોલેજોમાં પરીક્ષાઓ યોજાશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *