સુરતમાં 11મી ફેબ્રુઆરીએ લોકઅદાલત : શહેર-જિલ્લાના નગરિકોને મહતમ લાભ લેવા અનુરોધ

કાયદા-કાનૂન
Spread the love

સુરત, 3 ફેબ્રુઆરી : રાષ્ટ્રીય કાનુની સેવા સતામંડળ, (નાલ્સા)ના નિર્દેશ મુજબ તથા ગુજરાત રાજ્ય કાનુની સેવા સતામંડળ, ગુજરાત હાઇકોર્ટના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનુની સેવા મંડળ દ્વારા 11 ફેબ્રુઆરી શનિવારના રોજ સુરત શહેરની તમામ કોર્ટમાં તથા તાલુકા મથકની તમામ કોર્ટમાં વિવિધ પ્રકારના કેસોનો સમાધાનથી તેમજ સ્પેશ્યલ મેજિસ્ટ્રેટ સિટિંગ દ્વારા નિકાલ કરવા રાષ્ટ્રી લોક અદાલત યોજવામાં આવશે.લોકઅદાલતમાં ક્રિમીનલ કંમ્પાઉન્ડેબલ કેસો, નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટની કલમ 138 અન્વયેના કેસો, બેંકના નાણા વસુલાત, મોટર અકસ્માત, લેબર ડીસ્પ્યુટ, વોટર અને ઇલેક્ટ્રીસીટી બિલના કેસો(બિન સમાધાનપાત્ર સિવાયના) ક્રિમીનલ કંમ્પાઉન્ડેબલ, લગ્ન વિષયક તકરાર, લેન્ડ એક્વીઝીશન એક્ટના કેસો, સર્વિસ મેટર(પગાર,ભથ્થા અને નિવૃતિ લાભો સબંધિત), રેવન્યુ કેસો અન્ય સિવીલ કેસો(રેન્ટ,ઇઝમેન્ટરી રાઇટસ, મનાઇ હુકમદાવા, સ્પે.પર્ફોમન્સના દાવા) વિગેરે પ્રકારના કેસો મુકવામાં આવશે.
સુરત જિલ્લા-શહેરના નાગરિકો લોક અદાલતમાં પોતાના કેસો માટે બહોળો લાભ લે અને તકરારનો અંત લાવે એવું જિલ્લા કાનુની સેવા સતામંડળ,સુરતની યાદીમાં જણાવાયું છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *