સુરત : આવતીકાલે શહેર ભાજપાની કારોબારી મળશે, પ્રદેશના આગ્રણીઓ આપશે માર્ગદર્શન

રાજકીય
Spread the love

સુરત, 3 ફેબ્રુઆરી : વિધાનસભાની ચૂંટણીઓમાં ઐતિહાસિક વિજય મેળવ્યા બાદ પણ ભાજપા દ્વારા સંગઠનને મજબૂતી આપવા વિવિધ કાર્યક્રમો તથા સંગઠનના નિર્માણનું કાર્ય સતત ચાલુ રહે છે ભારતીય જનતા પાર્ટીની પરંપરા મુજબ ભાજપાનીરાષ્ટ્રીય કારોબારી મળ્યા બાદ પ્રદેશ ભાજપાની કારોબારીનું આયોજન થતું હોય છે અને ત્યારબાદ જિલ્લા તથા મહાનગરોની કારોબારી બેઠક યોજવામાં આવે છે.આ ઉપક્રમમાં આવતીકાલે 4 ફેબ્રુઆરી શનિવારના રોજ સાંજે 4 કલાકે પંડિત દિનદયાલ ભવન, ભાજપ કાર્યાલય,ઉધના ખાતે ભારતીય જનતા પાર્ટી – સુરત મહાનગરની શહેર કારોબારી બેઠક પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર તથા પ્રદેશ મહામંત્રી તથા સુરત મહાનગરના પ્રભારી પ્રદિપસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં યોજાનાર છે.

આ કારોબારી બેઠકમાં પ્રદેશના સંગઠન મહામંત્રી રત્નાકર તથા સુરત મહાનગરના પ્રભારી પ્રદિપસિંહ વાઘેલા કાર્યકર્તાઓને બૃહદ માર્ગદર્શન પૂરું પાડશે.જેમાં સુરત મહાનગરના અધ્યક્ષ નિરંજન ઝાંઝમેરા, મહામંત્રીઓ મુકેશ દલાલ, કિશોર બિંદલ , કાળુભાઈ ભીમનાથ, ધારાસભ્યો, શહેરના પદાધિકારીઓ, કોર્પોરેટરો, શિક્ષણ સમિતિના સદસ્યો તથા વોર્ડના પ્રમુખ / મહામંત્રીઓ ઉપસ્થિત રહેશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *