
સુરત, 3 ફેબ્રુઆરી : જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સુરત જિલ્લાના નાગરિકો, અરજદારોની સુવિધા માટે અનોખી જનહિતલક્ષી પહેલ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગ્રામ્ય વિસ્તારોના અરજદારો જિલ્લા / ડિવીઝન મુખ્ય મથક સુધી વિભાગીય/ઉચ્ચ પોલીસ અધિકારીઓ સમક્ષ સરળતાથી રજૂઆત કરી શકે એ હેતુથી જિલ્લા પોલીસ અધિક્ષક હિતેષ જોયસરના માર્ગદર્શનમાં જિલ્લા પોલીસ દ્વારા તમામ તાલુકાઓમાં દરમહિને તબક્કાવાર કેમ્પ યોજી નાગરિકોની રજૂઆતોનું નિરાકરણ કરવામાં આવશે. સુરત જિલ્લા પોલીસ લોકોના દ્વારે આવી પ્રજાલક્ષી અભિગમથી લોકોની રજૂઆતો-સમસ્યાઓનું નિરાકરણ કરશે.
આ સંવેદનશીલ પહેલ અંતર્ગત જિલ્લા પોલીસ અધિક્ષક, સુરત ગ્રામ્ય મહિનાના પ્રથમ મંગળવારે સવારે 11 વાગ્યે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે, બીજા મંગળવારે સવારે 11 વાગ્યે કીમ અને 12 વાગ્યે કોસંબા, ત્રીજા મંગળવારે સવારે 11 વાગ્યે ઓલપાડ, ચોથા મંગળવારે સવારે 11 માંગરોળ પો.સ્ટે.ખાતે, ઝંખવાવમાં 12:15 વાગ્યે અને ઉમરપાડામાં બપોરે 3:30 વાગ્યે આયોજિત કેમ્પમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત, મહિનાના પ્રથમ શુક્રવારે સવારે 11 વાગ્યે કડોદરા, બીજા શુક્રવારે સવારે 11 વાગ્યે માંડવી, ત્રીજા શુક્રવારે સવારે 11 વાગ્યે બારડોલી રૂરલ, 12:15 વાગ્યે બારડોલી ટાઉન, ચોથા શુક્રવારે સવારે 11 વાગ્યે મહુવા અને 12:15 વાગ્યે પલસાણા પોલીસ સ્ટેશન ખાતે કેમ્પમાં હાજરી આપશે.
વિભાગીય પોલિસ અધિકારી, સુરત વિભાગ દ્વારા મહિનાના પ્રથમ સોમવારે સવારે 11 વાગ્યે માંગરોળ પો.સ્ટે. ખાતે, ઝંખવાવમાં 12:15 વાગ્યે અને ઉમરપાડામાં બપોરે 3:30વાગ્યે, બીજા સોમવારે સવારે 11 વાગ્યે ઓલપાડ, ત્રીજા સોમવારે સવારે 11 વાગ્યે કીમ અને 12:15 વાગ્યે કોસંબા, ચોથા સોમવારે સવારે 11 વાગ્યે કામરેજ, પ્રથમ ગુરૂવારે 11 વાગ્યે કીમ અને 12:15 વાગ્યે કોસંબા, બીજા ગુરૂવારે સવારે 11 વાગ્યે કામરેજ, ત્રીજા ગુરૂવારે સવારે 11 વાગ્યે ઓલપાડ, ચોથા ગુરૂવારે સવારે 11 વાગ્યે માંગરોળ પો.સ્ટે. ખાતે, ઝંખવાવમાં 12:15 વાગ્યે અને બપોરે 3:30 વાગ્યે ઉમરપાડા પોલીસ સ્ટેશન ખાતે કેમ્પ યોજાશે.
વિભાગીય પોલિસ અધિકારી, બારડોલી વિભાગ દ્વારા પ્રથમ સોમવારે સવારે 11 વાગ્યે મહુવા પો.સ્ટે. ખાતે, 12:30 વાગ્યે પલસાણામાં, બીજા સોમવારે સવારે 11વાગ્યે બારડોલી રૂરલ, 12:15 વાગ્યે બારડોલી ટાઉન, ત્રીજા સોમવારે સવારે 11 વાગ્યે માંડવી, ચોથા સોમવારે સવારે 11 વાગ્યે કડોદરા, મહિનાના પ્રથમ ગુરૂવારે સવારે 11 વાગ્યે માંડવી, બીજા ગુરૂવારે સવારે 11 વાગ્યે કડોદરા, ત્રીજા ગુરૂવારે સવારે 11 વાગ્યે બારડોલી રૂરલ તથા 12:15 વાગ્યે બારડોલી ટાઉન, ચોથા ગુરૂવારે સવારે 11 વાગ્યે મહુવા અને 12:30 વાગ્યે પલસાણા પોલીસ સ્ટેશન ખાતે કેમ્પ યોજાશે.
આ કેમ્પમાં આકસ્મિક કારણોસર પોલીસ અધિક્ષક હાજર રહી ન શકે તો તે સમયે નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથક અથવા હોદ્દાના સમકક્ષ અધિકારીઓ ઉપરોક્ત સ્થળ અને સમયે ઉપસ્થિત રહી અરજદારોની રજૂઆતો સાંભળશે. પોલીસ સ્ટેશનના થાણા અમલદાર કેમ્પ યોજશે, જેમાં સહભાગી થઈ જિલ્લાવાસીઓ બહોળો લાભ ઉઠાવે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત