
સુરત, 4 ફેબ્રુઆરી : સુરત ડિસ્ટ્રીકટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરીંગ કમિટી(દિશા)ની બેઠક બારડોલીના સાંસદ પ્રભુ વસાવાના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી.

બેઠકમાં સાસંદએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ ગામડાના છેવાડાના લોકો સુધી મળી રહે તે દિશામાં આયોજન કરી પાયાની જરૂરિયાતોને પ્રાથમિકતા અપાય તે દિશામાં કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો. તેમણે નેશનલ હાઈવે પર સામૂહિક શૌચાલય ઉપલબ્ધ થાય તે માટે ગ્રામ પંચાયતો અને હાઈવેના અધિકારીઓ સાથે મળીને કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો.

દિશાની બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, શ્યામાપ્રસાદ મુખર્જી રૂર્બન પ્રોજેક્ટ, સુરત સ્માર્ટ સિટી, પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ, બ્રિજ સેલ, મધ્યાહન ભોજન યોજના, આત્મા પ્રોજેક્ટ, સોઈલ હેલ્થ કાર્ડ, સર્વ શિક્ષા અભિયાન, બેટી બચાવો બેટી પઢાઓ, પોસ્ટ વિભાગની સુકન્યા સમૃદ્ધિ યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાઓના જેવી વિવિધ કેન્દ્ર સરકારની ફલેગશીપ યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી.આ અવસરે સાંસદના હસ્તે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા યોજના હેઠળ પાંચ સખીમંડળની બહેનોને રૂ.25 લાખના કેશ ક્રેડિટ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજરોજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ સમગ્ર જિલ્લામાં કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરી 500 જૂથોને રૂ.7.50 કરોડની લોન સહાયના ચેકો અર્પણ કરવામાં આવ્યા હતા.

બેઠકમાં ધારાસભ્ય સંદિપ દેસાઈ, પૂર્ણેશમોદી, મનુ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી બી.કે.વસાવા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.બી.પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટર વાય.બી.ઝાલા, તાલુકા પંચાયતના પ્રમુખો , નગરપાલિકાના પ્રમુખો, વિવિધ સમિતિઓના સદસ્યો તેમજ સંબધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત