સુરતના વરીયાવ તારવાડી ખાતે રૂ.39 લાખના ખર્ચે પાણીની પાઈપલાઈનના કાર્યનું ખાતમુહૂર્ત કરતા જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી

સ્થાનિક
Spread the love

સુરત, 4 ફેબ્રુઆરી : સુરતના વરીયાવ તારવાડી સ્થિત ગુજરાત ગૃહ નિર્માણ બોર્ડ સોસાયટી ખાતે પાણી પુરવઠા વિભાગની રૂ.39 લાખના ખર્ચે 2200 રનીંગ મીટર પીવાના પાણીની પાઈપલાઈનનું વન, પર્યાવરણ, જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્ય મંત્રી મુકેશ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે, ગુજરાત ગૃહ નિર્માણ બોર્ડ સોસાયટી ખાતે પાણીની પાઈપલાઈનનું ઝડપભેર કામ થયા બાદ પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ આવશે અને સોસાયટીના 280 ઘરોમાં વસતા 1400 નાગરિકોને પીવાના પાણીની વધુ સારી સુવિધા મળશે. રાજ્ય સરકાર શિક્ષણ, આરોગ્ય, રોડરસ્તા, પાણી પુરવઠો, સ્ટ્રીટલાઈટ અને ગટરલાઈન સહિતની પાયાની સુવિધાઓને આમજન સુધી પહોંચાડી છે. રાજ્ય સરકારના યોગદાનથી સ્થાનિક વિકાસ કામો, જનહિત સુવિધાઓ ઊભી કરીને જાહેરહિતની યોજનાઓનો વ્યાપ વિસ્તારવા અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે રાંદેર ઝોનલ ચીફ ધર્મેશ મિસ્ત્રી, કાર્યપાલક ઈજનેર તેજસ પટેલ, ડે. ઈજનેર મીતા ગાંધી, કોર્પોરેટર રાજેન્દ્ર પટેલ, અજીત પટેલ, ગીતા સોલંકી,વોર્ડ પ્રમુખ, સામાજિક અગ્રણીઓ સહિત સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *