
સુરત, 5 ફેબ્રુઆરી : આજ રોજ તા.5/02/2023ને રવિવારના રોજ રક્ષક ગ્રૂપ દ્વારા સુરત શહેરના વેસુ સ્થિત એકઝલ્ટ શોપર્સના નિયોન ધ ડિસ્ક ખાતે બપોરે 12:30 કલાકે નારી સત્કાર સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં હિન્દુ પ્રવક્તા કાજલ હિન્દુસ્તાની, 164 ઉધના વિધાનસભાના ધારાસભ્ય મનુ પટેલ, 168 ચોર્યાસી વિધાનસભા ના ધારાસભ્ય સંદીપ દેસાઈ, મહિલા મોરચા ભાજપ પ્રમુખ શીલાતરપરા , BRTS ચેરમેન સુરત રમીલાપટેલ, નારી સંરક્ષણ ગૃહ ચેરમેન ભાવનાશાહ, લાયન્સ કલબ સર્વિસ એરિયા પ્રેસિડેન્ટ મોના દેસાઈ, લાઇફ કોચ પૂજા વ્યાસ, કળશ ફાઉન્ડેશન ના ફાઉન્ડર મિતાનાયક, યોગ ગરબા ક્રિયેટર અનીશ રંગ્રેજ, રક્ષક ગ્રૂપ નાં સપોર્ટર તરુણભાઈ હાજર રહ્યા હતા. જેમાં અલગ અલગ ક્ષેત્રમાં પારંગત 51 મહિલા શક્તિ નું સન્માન કરવામાં આવ્યું હતું.

સેવા ક્ષેત્રે આગવું સ્થાન ધરાવનાર રક્ષક ગ્રૂપ ને ઉધનાના ધારાસભ્ય મનુપટેલ અને ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈ એ રક્ષક ગ્રૂપને સેવાર્થે તેમના રાજ્ય સરકાર દ્વારા મળતા ધારાસભ્ય નો એક એક મહિના નો પગાર આપવાની જાહેરાત કરી હતી.જેને ઉપસ્થિત લોકોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી હતી.

આ કાર્યક્રમના મુખ્ય સ્પીકર હિન્દુ પ્રવક્તા કાજલ હિન્દુસ્તાનીએ તેમના જોશીલા પ્રવચનમાં હિન્દૂ સમાજ પર થઇ રહેલા કુઠારાઘાતને લઈને આક્રોશ પ્રગટ કર્યો હતો.ઉપસ્થિત લોકો સમક્ષ તેમણે લવ જેહાદ અને લેન્ડ જેહાદ વિષે વિસ્તૃત રીતે વિષય પ્રસ્તુત કર્યો હતો.તેમણે ભારતીય સંસ્કૃતિનું રક્ષણ કરવા અને હિન્દૂ સમાજમાં વીરાંગનાઓ દ્વારા કરવામાં આવેલી હિન્દૂ સંસ્કૃતિના જતનને યાદ કરી તેને અનુરૂપ જીવન જીવવાની અપીલ કરી હતી.તેમના શોર્ય ભરેલા વક્તવ્યના કારણે સમગ્ર વાતાવરણ હિન્દૂ ધર્મમય બની ગયું હતું અને “જય જય શ્રી રામ”, “ભારત માતા કી જય” ના નાદથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું.

આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ” યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે, તત્ર રમન્તે દેવતા ” અર્થાત જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં દેવતાઓ વાસ કરે છે.સમાજના વિવિધ ક્ષેત્રોમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપનારી નારી શક્તિનું સમયાંતરે સન્માન થવું જ જોઈએ અને એજ સ્વસ્થ સમાજની નિશાની છે.ત્યારે રક્ષક ગ્રુપ દ્વારા આયોજિત આ “નારી સત્કાર સન્માન સમારોહ” એ શહેરમાં એક નવી કેડી કંડારી છે તેવું કહીએ તો અતિશયોક્તિ ભરેલું નહીં કહેવાય.

અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે આ ગ્રુપની સ્થાપના વર્ષ 2015માં કરવામાં આવી હતી.વૈશ્વિક નેતા અને આપણા લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરિત થઈને આ સેવાકીય ગ્રુપ ની સ્થાપના કરવામાં આવી છે.વર્ષ 2021-22 બાદ આ સતત ત્રીજા વર્ષે રક્ષક ગ્રુપ દ્વારા ” નારી સત્કાર સન્માન સમારોહ ” આયોજિત કરવામાં આવ્યો હતો.આ સંસ્થા દ્વારા ભુખ્યાને ભોજન, વસ્ત્રદાન તેમજ શિક્ષાદાન જેવી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સમયાંતરે કરવામાં આવે છે.કુદરતી આફત સમયે પણ આ સંસ્થાની ટિમ સેવા કરવા પહોંચી જાય છે.બનાસકાંઠાના પાલનપુર અને વલસાડ ખાતે આવેલા પૂર સમયે ગ્રુપના સ્વયંસેવકો રાહતના કાર્યમાં સહભાગી બન્યા હતા. કોરોનાકાળ દરમિયાન વર્ષ 2020માં લોકડાઉન સમયેરક્ષક ગ્રુપ દ્વારા સતત 70 દિવસ સુધી અંદાજે 5.25 લાખ લોકોને ભોજન પહોંચાડ્યું હતું.

રક્ષક ગ્રુપ દ્વારા લોકો પાસેથી જુના જીન્સ પેન્ટ મેળવી તેમાંથી સ્કૂલ બેગ બનાવવામાં આવે છે.ગ્રુપ દ્વારા અત્યાર સુધીમાં આંતરિયાળ ગામડાઓમાં જરૂરિયાતમંદ 17 હજાર બાળકોને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું છે.દક્ષિણ ગુજરાતના સોનગઢ,વ્યારા,બારડોલી,ચીખલી નવસરનવસારી સહિતના ગામોમાં આ પ્રકારની સ્કૂલ બેગ વિતરણ કરવામાં આવ્યું છે.આ સિવાય પણ ગ્રુપ દ્વારા નોટબુક વિતરણ, કડકડતી ઠંડીમાં જરૂરિયાતમંદોને ગરમ ધાબળાઓની વિતરણ તેમજ માં-બાપ વિહોણા બાળકોની ફી ભરવાની સેવાકીય પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે.

રવિવારે આયોજિત “નારી સત્કાર સન્માન સમારોહ”ને સફળ બનાવવા રક્ષક ગ્રુપના નેશનલ પ્રેસિડન્ટ ગૌરવ પટેલ, નેશનલ વાઇસ પ્રેસિડન્ટ દક્ષિત પંડ્યા,નેશનલ જનરલ સેક્રેટરી વિરલ વ્યાસ સહિત ગ્રુપના તમામ સભ્યો તેમજ સહયોગીઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. કાર્યક્રમના અંતમાં ગ્રુપના પ્રેસિડન્ટ ગૌરવ પટેલે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત