
સુરત, 6 ફેબ્રુઆરી : સુરત મહાનગરપાલિકાનાં બજેટમાં પ્રજા પર 307 કરોડના વેરા વધારાનો વિરોધ કરી સુરત શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ ,સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલ ને રૂબરૂ મળી સોમવારે આવેદન પત્ર આપ્યું હતું. આ વેરો વધારો પરત ખેંચવા કોંગ્રેસ પક્ષના આગેવાનોએ સુરત શહેર કોંગ્રેસ પક્ષના કાર્યકારી પ્રમુખ ભુપેન્દ્ર સોલંકી અને અશોક પીપળેની ઉપસ્થિતિમાં રજુઆત કરી હતી.

આવેદનપત્ર આપતા સમયે કોંગ્રેસના અગ્રણીઓએ જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાનાં મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા ભાજપ શાસકોના ઈશારે પાલિકાના આગામી વર્ષ 2023-24નાં બજેટમાં સુરત શહેર ની પ્રજા પર કમર તોડ 307 કરોડનો વેરો વધારો સૂચવી સ્થાયી સમિતિને મોકલી આપેલ છેઆજે સોમવારે સવારે 10 કલાકે સ્થાયી સમિતિની સભા આ સંદર્ભે નિર્ણય કરવા મળનાર હતી.આ વેરો વધારો ભાજપ શાસકો અને કમિશનરની મિલી ભગત અને મેચ ફિક્સિંગ સમાન હોય સુરત શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા આ વેરા વધારાનો વિરોધ કરવામાં આવે છે. સોમવારે સવારે 9:30 કલાકે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી મુગલીસરા ખાતે સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલ ની રૂબરૂ મુલાકાત લઈ આવેદન પત્ર આપી સુરત શહેર ની પ્રજા નાં હિતમાં આ વેરો વધારો સંપુર્ણપણે પરત ખેંચવા અને પ્રજાને રાહત આપવા કોંગ્રેસ પક્ષ ના આગેવાનો દ્વારા રજુઆત કરવામાં આવી હતી.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત