
સુરત, 6 ફેબ્રુઆરી : આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને માંડવી તાલુકાના દેવગઢ ગામે કોટવાળીયા સમાજનું પ્રથમ સંમેલ યોજાયું હતું. જેમાં દેવમોગરા માતાની પૂજા સહ પારંપરિક નૃત્યો રજૂ કરાયા હતા.

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, હિંદુ સંસ્કૃતિમાં પૂજા-અર્ચના અને ભક્તિભાવનાનું અનેરૂ મહાત્મ્ય છે. ધર્મસંસ્કારોનું વાતાવરણ માનવીને આદર્શ જીવન જીવવાની પ્રેરણા આપે છે.અનેક પડકારો અને સંઘર્ષોનો સામનો કરી કોટવાળીયા સમાજ પ્રગતિ કરી રહ્યો છે.રાજ્ય સરકાર આદિવાસી સમાજને આગળ લાવવા માટે સતત પ્રયત્નશીલ છે, ત્યારે વિદ્યાર્થીઓ, યુવાનો સરકારી યોજનાઓના લાભ મેળવી ઉચ્ચ કારકિર્દી ઘડે તે જરૂરી છે. કારણ કે શિક્ષણ સમાજને આગળ વધારવા માટે શિક્ષણ પાયાની જરૂરિયાત છે, જેથી દરેક નવયુવાન શિક્ષણથી વંચિત રહેવો જોઇએ નહિ. તેમણે ઉપસ્થિત યુવાવર્ગને શિક્ષિત-દીક્ષિત બની સમાજ, રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા સજ્જ થવાનું આહ્વાન કર્યું હતું.
આ પ્રસંગે ધર્મ જાગરણના પ્રતિનિધિઓ, કોટવાળીયા સમાજના અગ્રણીઓ, આસપાસના ગામના સંરપંચો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો, સમાજબંધુઓ ઉપસ્થિતિ રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત