સુરત : G-20 અને ભારત તથા અમૃતકાળનું અંદાજપત્ર (2023-24) ભારતના સંદર્ભમાં વિષય પર વ્યાખ્યાનમાળા યોજાઈ

સ્થાનિક
Spread the love

સુરત, 9 ફેબ્રુઆરી : G-20 અને ભારત તથા અમૃતકાળનું અંદાજપત્ર (૨૦૨૩-૨૪) : ભારતનાં સંદર્ભમાં ગુરુવારનાં રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સ્થિત અર્થશાસ્ત્ર વિભાગ અને ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન વિભાગનાં સંયુક્ત પ્રયાસ દ્વારા G20 INDIA PRESIDENCY અંતર્ગત વિશિષ્ટ વ્યાખ્યાનનું બે વિશિષ્ટ વિષયનાં સંદર્ભમાંઆયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનાં મુખ્ય વક્તા તરીકે સરકારનાં પૂર્વ મંત્રી તથા હાલમાં હીરાબુર્સનાં સચિવ તરીકે કાર્યરત નાનુ વાનાણી તથા G20 માં સભ્ય તરીકે કાર્યરત મનીષ કાપડિયા ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં પ્રમુખ સ્થાને અતિથીતરીકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનાં કુલપતિ ડૉ.કિશોરસિંહ ચાવડા અને કુલસચિવ ડૉ.આર.સી.ગઢવી હાજર રહ્યા હતા. કાર્યક્રમનુંસંચાલન ડૉ.મનીષ આર.પટેલ અને ડૉ.યોગેશ એન.વાંસિયા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પરંપરાગત તરીકે દીપ-પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ડૉ.યોગેશ એન.વાંસિયા સર દ્વારા મુખ્ય વક્તા, મુખ્ય અતિથિઓ અને શ્રોતાઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદકુલપતિ ડૉ.કિશોરસિંહ ચાવડા દ્વારા નાનુ વાનાણીનેનર્મદની પ્રતિમા અને પુસ્તક ભેટ સ્વરૂપે આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું, ડૉ.ગૌરાંગ ડી. રામી દ્વારા મનીષ કાપડીયાનેનર્મદની પ્રતિમા તથા પુસ્તક ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી, ડૉ.મનીષ પટેલ દ્વારા કુલપતિ ડૉ.કિશોરસિંહ ચાવડાનું પુસ્તક ભેટ સ્વરૂપે અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું અને રાકેશ મકવાણા દ્વારાડૉ.ગૌરાંગ ડી.રામીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત વિધિ બાદ કાર્યક્રમને આગળ વધારતા ડૉ. યોગેશ એન.વાંસિયા દ્વારા મુખ્ય વક્તા તથાકાર્યક્રમ અંગેનાંવિષય અંતર્ગત માહિતી આપવામાં આવી હતી.

પ્રસ્તુત કાર્યક્રમમાં બે વિષય પર વ્યાખ્યાન રજુ કરવામાં આવ્યું હતું. પ્રથમ વિષય G20 અને ભારત તથા બીજો વિષય અમૃતકાળનું અંદાજપત્ર (2023-24) : ભારતનાં સંદર્ભમાં વિશ્લેષણ પર વ્યાખ્યાન રજુ કરવામાં આવ્યું હતું. વ્યાખ્યાનની શરૂઆત પહેલા ડૉ.કિશોરસિંહ ચાવડાએ પોતાનું વક્તવ્ય રજુ કર્યું તેમાંયુનિવર્સિટીમાં ચાલતા G20 અંતર્ગત કાર્યક્રમ તથા વિવિધ વિકાસલક્ષી પ્રવૃત્તિઓ અંગે ચર્ચા કરી. ત્યારબાદ અર્થશાસ્ત્ર વિભાગનાં અધ્યક્ષ ડૉ. ગૌરાંગ ડી. રામી દ્વારા વિભાગ દ્વારાકરવામાં આવેલ કામગીરીનો ટૂંકો પરિચય આપવામાં આવ્યો તથા અર્થશાસ્ત્ર વિભાગમાં ચાલતી સંશોધન પ્રવૃત્તિઓ, વિદ્યાર્થીઓનાંકારકિર્દી અંગે, ગુજરાત ટુરીઝમમાંથી પ્રાપ્ત થયેલી તક અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
કાર્યક્રમને આગળ વધારતા ડૉ.યોગેશ એન.વાંસિયા મનીષ કાપડીયાનો વિસ્તૃત પરિચય આપી પ્રથમ વિષય “G20 અને ભારત વિષય” પર કાપડિયાને વ્યાખ્યાન આપવા માટે આમંત્રિત કર્યા હતા. કાપડિયાએ G20 અને ભરત વિષય વિષે વિસ્તૃત ચર્ચા કરી, જેમાં G20 ભારતમાં શા માટે તેનાથી ભારતને શું લાભ થશે અને આગળ જતા ભારતનાં આર્થીક વિકાસમાં કઈ નવીતકો ઉભી થશે તે અંગે ચર્ચા કરી. G20 ની રચના આર્થિક પરિબળોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે તે અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા. ભારતની ધરોહર અનેસંસ્કૃતિને દર્શાવવા G20 ભૂમિકા મહત્વની છે. આવી રીતે G20 ની સ્થાપનાથી લઇ ને કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. ત્યારબાદ બીજો વ્યાખ્યાન “ અમૃતકાળનું અંદાજપત્ર (૨૦૨૩-૨૪) : ભારતના સંદર્ભમાં” નાનુ વાનાણી દ્વારા આપવામાં આવ્યું. તે પહેલા ડૉ.યોગેશ એન.વાંસિયા દ્વારા વાનાણી વિષે વિસ્તૃત પરિચય આપવામાં આવ્યો. વાનાણીએ વ્યાખ્યાનની શરૂઆત વિધાર્થીનીઓ તથા મહિલાઓની વાતથી કરી કે દરેક ઘરનું અંદાજપત્ર મહિલાઓથી વધુ સારી રીતે બનાવી અને તેનેઅનુસરે છે. ત્યારબાદ 1990 માં ભારતમાં આવેલી આર્થિક પરિસ્થિતિ અંગે અને તેનું નિવારણ કઈ રીતે કરવામાં આવ્યું હતું તે અંગે ચર્ચા કરવામાં આવી. ચર્ચને આગળ વધારતા અર્થશાસ્ત્રનાં વિદ્યાર્થીઓને કર્લ માર્ક્સની આર્થિક વિચારધારા તથા એડમ સ્મિથનાંઅંદાજપત્ર અંગેનાં વિચારો વિષે ચર્ચા કરવામાં આવી. અમૃતકાળનાં અંદાજપત્ર વિષે ચર્ચા કરતાવાનાણીએ અંદાજપત્રને પાંચ સ્તંભ દ્વારા સમજાવવાનો પ્રયાસ કર્યો, જેમાંઅંદાજપત્ર દ્વારા નિકાસ વધારવા માટેના પ્રયત્ન કરવામાં આવશે, ખાનગી મૂડી રોકાણને વધારવા માટેના પ્રયત્ન કરવામાં આવશે અને મૂડી રોકાણ કરનારને સલામતી પૂરી પાડવામાં આવશે, બહોળા ઘરેલું વપરાશ વધે, જેના લીધે ઉત્પાદન વધશે અને લોકો ને રોજગારી વધુ પૂરી પડી શકી તે અંગે ધ્યાન રાખી અંદાજપત્ર બનાવવામાં આવ્યું છે તે અંગે ચર્ચા કરવામાં આવી.અંદાજપત્રઅંતર્ગત સપ્તઋષિનાં મંત્ર વિષે પણ ચર્ચા કરવામાં આવી. આમ,અંદાજપત્ર દ્વારા સામાન્ય જનસમુદાયનાં વિકાસ કઈ રીતે થઇ શકે તે અંગે ચર્ચા કરવામાં આવી.વિશિષ્ટ વક્તવ્યનાં અંતે શ્રોતાઓ દ્વારાઅંદાજપત્ર અને G20 વિષય અંતર્ગત પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા હતા. કાર્યક્રમનાં અંતે ડૉ.મનીષ પટેલ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *