સુરત ચેમ્બર અને સીએમએઆઇના સંયુકત ઉપક્રમે શનિવારે સરસાણા સ્થિત પ્લેટીનમ હોલમાં ‘ગારમેન્ટ કોન્કલેવ’ યોજાશે

વેપાર જગત
Spread the love

સુરત, 10 ફેબ્રુઆરી : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા ધી કલોધીંગ મેન્યુફેકચરર્સ એસોસીએશન ઓફ ઇન્ડિયાના સંયુકત ઉપક્રમે શનિવાર, 11 ફેબ્રુઆરી, 2023ના રોજ સવારે 10:30 થી સાંજે 5 કલાક સુધી સરસાણા સ્થિત પ્લેટીનમ હોલમાં ‘ગારમેન્ટ કોન્કલેવ’નું આયોજન કરવામાં આવ્યું છે.ઉદ્‌ઘાટન સમારોહમાં મુખ્ય મહેમાન તેમજ ઉદ્‌ઘાટક તરીકે ભારતના કેન્દ્રિય ટેક્ષ્ટાઇલ્સ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ ઉપસ્થિત રહેશે અને તેમના હસ્તે ગારમેન્ટ કોન્કલેવનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે. તદુપરાંત મંત્રી જરદોશ ધી કલોધીંગ મેન્યુફેકચરર્સ એસોસીએશન ઓફ ઇન્ડિયાનાની ગુજરાત રિજિયોનલ ઓફિસનું પણ ઉદ્‌ઘાટન કરશે અને સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો અને ઉદ્યોગ સાહસિકોને દક્ષિણ ગુજરાતમાં ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ વિષે સંબોધન કરશે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, બાંગ્લાદેશ એ ગારમેન્ટ ઉત્પાદન ક્ષેત્રે વિશ્વમાં સૌથી મોટો બીજો દેશ છે. બાંગ્લાદેશ વર્ષે 52 (બાવન) બિલિયન ડોલરનું એક્ષ્પોર્ટ છે, જેમાં 42 બિલિયન ડોલરનું માત્ર ગારમેન્ટના એક્ષ્પોર્ટનો સમાવેશ થાય છે. આગામી 5 વર્ષમાં 100 બિલિયન ડોલર ટેક્ષ્ટાઇલ એક્ષ્પોર્ટનો લક્ષ્યાંક બાંગ્લાદેશે રાખ્યો છે.બાંગ્લાદેશમાં કોઇપણ જાતનું કપડું બનતું નથી તેમ છતાં આટલી મોટી માત્રામાં એ ટેક્ષ્ટાઇલ તેમજ ગારમેન્ટનું એક્ષ્પોર્ટ કરે છે ત્યારે સુરતમાં તમામ પ્રકારનું કપડું બને છે. દક્ષિણ ગુજરાતમાં ટેક્ષ્ટાઇલમાં મેન મેઇડ ફેબ્રિકની સમગ્ર વેલ્યુ ચેઇન છે. એક માત્ર ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટની ઉણપ જોવા મળી રહી છે.ખાસ કરીને જ્યારે ભારતના કેન્દ્રિય ટેક્ષ્ટાઇલ મંત્રી પીયુષ ગોયલે દેશમાંથી 100 મિલિયન ડોલરનો ટેક્ષ્ટાઇલ એક્ષ્પોર્ટનો લક્ષ્યાંક રાખ્યો છે ત્યારે આ દિશામાં સફળ થવા માટે ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીનો વિકાસ ખૂબ જ જરૂરી છે, આથી ચેમ્બર ઓફ કોમર્સ અને સીએમએઆઇ બંને સાથે મળીને આ દિશામાં પ્રયાસ કરી રહયાં છે. ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીને પ્રમોટ કરવાના હેતુથી ગારમેન્ટ કોન્કલેવનું આયોજન કરાયું છે. જેમાં દેશભરમાંથી પાંચ નિષ્ણાંતોને આમંત્રિત કરાયા છે. વર્ષ 2025ના અંત સુધીમાં ભારતમાંથી ટેક્ષ્ટાઇલના એક્ષ્પોર્ટમાં જબરજસ્ત ઉછાળો આવે અને એમાં સુરતની ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી સૌથી વધુ ફાળો નોંધાવી શકે તે માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ્રયાસ કરાઇ રહયો છે. ચેમ્બર દ્વારા ભવિષ્યમાં પણ ગારમેન્ટ સંબંધિત વિવિધ કાર્યક્રમો યોજાશે. જેથી કરીને સુરતના ઉદ્યોગ સાહસિકો ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ડાયવર્ટ થઇ શકે.
સીએમએઆઇ ગુજરાતના રિજિયોનલ ચેરમેન તેમજ ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અજોય ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે, શનિવારે યોજાનારી ગારમેન્ટ કોન્કલેવને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે અને એમાં જોડાવવા બે હજારથી વધુનું રજિસ્ટ્રેશન થયું છે. ગારમેન્ટ કોન્કલેવમાં જે પાંચ નિષ્ણાંતો ગારમેન્ટ ઇન્ડસ્ટ્રી માટે માર્ગદર્શન આપવાના છે તેમાં આંતર રાષ્ટ્રીય કક્ષાના ફેશન ડિઝાઇન રાહુલ મિશ્રા, વઝીર એડવાઇઝર્સના મેનેજિંગ ડિરેકટર પ્રશાંત અગ્રવાલ, સોચ (એમડી રિટેઇલ ઇન્ડિયા પ્રા. લિ.)ના ચીફ એકઝીકયુટીવ ઓફિસર એન્ડ મેનેજિંગ ડિરેકટર મનોહર છટલાની, સીએમએઆઇ મુંબઇના માનદ્‌ જનરલ સેક્રેટરી અને પેપરમીન્ટના ચીફ એકઝીકયુટીવ ઓફિસર એન્ડ મેનેજિંગ ડિરેકટર સંતોષ કટારીયા, રાજેશ ભેડા કન્સલ્ટીંગના મેનેજિંગ ડિરેકટર ડો. રાજેશ ભેડા અને સીએમએઆઇના ચીફ મેન્ટર રાહુલ મહેતાનો સમાવેશ થાય છે.રાહુલ મિશ્રા A Designer’s Perspective વિષે, પ્રશાંત અગ્રવાલ Surat Garment Industry – The Way Forward વિષે, મનોહર છટલાની અને ડો. રાજેશ ભેડા From a Manufacturer to a Smart Manufacturer વિષે તથા સંતોષ કટારીયા અને રાહુલ મહેતા From a Manufacturing to Branding વિષે પ્રેઝન્ટેશન રજૂ કરી સુરતના ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન આપશે.ગારમેન્ટ કોન્કલેવમાં નિષ્ણાંતોના પ્રેઝન્ટેશન બાદ પેનલ ડિસ્કશન યોજાશે. જેમાં પેનલિસ્ટો તરીકે મનોહર છટલાની, સંતોષ કટારીયા અને સીએમએઆઇના ચીફ મેન્ટર રાહુલ મહેતા ભાગ લેશે. આ પેનલિસ્ટો ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીને લઇને ઉદ્યોગ સાહસિકોને જે કઇ મુંઝવણ હશે તેને દૂર કરશે. તદુપરાંત ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોના વિવિધ સવાલોના પણ તેઓ જવાબો આપશે.
ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, ગારમેન્ટ કોન્કલેવમાં બાંગ્લાદેશ ગારમેન્ટ મેન્યુફેકચરર્સ એન્ડ એક્ષ્પોર્ટર્સ એસોસીએશનનું એક ડેલીગેશન પણ ભાગ લઇ રહયું છે. આથી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે તેમજ ઉદ્યોગ સાહસિકોને ગારમેન્ટ મેન્યુફેકચરીંગ તરફ ડાયવર્ટ થવા આ કોન્કલેવ ખૂબ જ મહત્વનો ભાગ ભજવશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *