
સુરત, 10 ફેબ્રુઆરી : કાપડ ઉદ્યોગ સાથે જોડાયેલા અગ્રણીઓએ તેમના વિવિધ પ્રશ્નોને લઈને જેટકો તથા ડીજીવીસીએલના અધિકારીઓ સાથે એક મિટિંગ કરી હતી.જેમાં જેટકોના જે.એમ.રાઠોડ તેમજ ડીજીવીસીએલના એસ આર શાહ ઉપસ્થિત રહ્યા હતા.આ સંયુક્ત મિટિંગમાં દેલાડ અને સાયણના તમામ વીવર્સ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.આ મિટિંગમાં અગ્રણીઓ દ્વારા તેમને પડી રહેલી મુશ્કેલીઓ અંગે અધિકારીઓને રજુઆત કરી હતી. આ મીટીંગના અંતે જેટકો અને ડીજીવીસીએલસી દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે પાવરના ઝટકાના કે પાવરના અપ ડાઉનના ફોલ્ટ છે તે બધા જ ફોલ્ટ ફેબ્રુઆરીના અંત સુધીમાં સુધીમાં નિકાલ કરવામાં આવશે અને જે પાવર ઘટે છે તો જૂન મહિનાની સુધીમાં નવા ફીડર ઊભા કરવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી.આ મિટિંગમાં સાયણના પ્રમુખ સંજય વિરાણી , અશોક જીરાવાળા, સંજય માંગુકિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.એકંદરે આ મિટિંગ સફળ રહી હતી.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત