
સુરત,13 ફેબ્રુઆરી : કામરેજ તાલુકાના હલધરૂ ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મંજુર થયેલા 14 આવાસોનું શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2015માં શરૂ કરાયેલી પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) એ કેન્દ્ર સરકાર દ્વારા સમાજના આર્થિક રીતે નબળા વર્ગો માટે સસ્તું આવાસ પ્રદાન કરવાની પહેલ છે.

હલધરૂ ગામે PM આવાસ યોજના હેઠળ લાભાર્થી દીઠ પ્રતિ આવાસ દીઠ રૂ.1.20 લાખના ખર્ચે 14 લાભાર્થીઓને આવાસ મળશે. આ પ્રસંગે મંત્રીએ બાળકીઓ સાથે વાર્તાલાપ કરી તેઓને શાળાકીય અભ્યાસ થકી ઉજ્જવળ કારકિર્દી ઘડવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ અજિત આહિર, તા.પંચાયતના કારોબારી અધ્યક્ષ રસિક પટેલ, સરપંચ જયેશ રાઠોડ, ગ્રામપંચાયતના સભ્યો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત