સુરતમાં પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા “આનંદ મેળો” યોજાયો

શિક્ષણ જગત
Spread the love

સુરત, 13 ફેબ્રુઆરી : 13મી ફેબ્રુઆરી સોમવારના રોજ પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ, ગુજરાતી માધ્યમ, અબ્રામાના વિશાળ પટાંગણમાં fantastic funfair નું અનોખું અને મસ્તીભર્યુ આયોજન કરવામાં આવ્યું હતું. જેના ઉદઘાટન સમારંભમાં મોનાર્ક સવાણી, મૈત્રી સવાણી, સ્કૂલ ડિરેક્ટર પ્રણય જરદોશ, વિવિધ વિભાગના પ્રિન્સિપાલ તેમજ પ્રિ-પ્રાઇમરી વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા.આ મેળામાં કુલ 48 ખાણી-પીણીના સ્ટોલ, વિવિધ અવનવી 25 જેટલી રમતો, પરી, અજબ ગજબ વાર્તા જેવું અભયારણ્ય, જોકર, વેન્ડર વગેરેનો સમાવેશ થાય છે.

વિશેષ સ્ટોલ તેમજ ગેમ્સનું સંપૂર્ણ આયોજન વિદ્યાર્થીઓ તેમજ જરૂરી માર્ગદર્શન ટીચર્સ દ્વારા આપવમાં આવ્યું હતું. આ ફનફેરમાં tug of war, rocket goal, રામસેતુ, pass the water, big foot, king of ring, સાથે ડ્રોઈંગ એરીયા, જેમાં પાર્ટિસિપેટ મનપસંદ ડ્રોઈંગ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સાથે સ્ટેજ શો નિહાળતા વિદ્યાર્થીઓ નાસ્તો કરી શકે તેવી બેઠક વ્યવસ્થા તેમજ આનંદ સાથે વ્યવહારુ જ્ઞાન મળી શકે તેવા હેતુથી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.ગુજરાતી માધ્યમના પ્રિન્સિપાલ પ્રજ્ઞા રામોલિયાના સુચારુ નેતૃત્વ અને શિક્ષકો તથા વિદ્યાર્થીઓના અથાગ પ્રયત્નોથી આ સંપૂર્ણ કાર્યક્રમ ખૂબ સફળ થયો.

આ વિદ્યાર્થીઓએ “આનંદ મેળા” માં થયેલી કમાણી સ્વૈચ્છીક અનાથ આશ્રમમાં દાન પેટે અર્પણ કરવાના સંકલ્પથી કાર્યક્રમની સુંદર અને અનોખી પૂર્ણાહુતી થઇ.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *