સુરત શહેરના લાલદરવાજા વિસ્તારના અશ્વોમાં ગ્લેંડર નામક રોગ જોવા મળ્યો : પશુઓની અવરજવર પર પ્રતિબંધ

સ્થાનિક
Spread the love

સુરત, 14 ફેબ્રુઆરી : ગ્લેંડર એ અશ્વ કુળનાં ગર્દભ, અશ્વ, ખચ્ચર જેવા પ્રાણીઓમાં બેક્ટેરીયલ (જીવાણું)ના કારણે થતો રોગ છે. સુરત સીટીનાં લાલદરવાજા વિસ્તારમાં અશ્વમાં ગ્લેંડરનો રોગચાળો જોવા મળ્યો છે. જેથી ચોર્યાસી તાલુકાના પશુ ચિકીત્સા અધિકારી અને ડીસીઝ કન્ટ્રોલ લાયજન અધિકારીએ એક જાહેરનામા દ્વારા કેન્દ્ર સરકારની નોટીફિકેશન “The Prevention and Control of infectious and Contagious disease in Animal Act-2009″ Chapter-III, Part-20 અન્વયે સુરત શહેરનાં લાલદરવાજાથી પાંચ કિ.મી.ના ત્રિજયમાં સમાવિષ્ટ વિસ્તારના અશ્વ,ગદર્ભ, ખચ્ચર , પોની જેવા અશ્વકુળના પશુઓને આ વિસ્તારમાંથી બહાર લઈ જવા ઉપર અને બહારથી અંદર લાવવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામું પ્રસિધ્ધ થયાની તારીખથી એક માસ સુધી અમલમાં રહેશે. અને તેનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *