
સુરત, 15 ફેબ્રુઆરી : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની એસબીસી કમિટી દ્વારા ગુરૂવાર,16મી ફેબ્રુઆરી, 2023ના રોજ સાંજે 6 કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે બિઝનેસ પ્રેઝન્ટેશન મિટીંગ તથા એની સાથે ‘અવેરનેસ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ ઇન રિયલ એસ્ટેટ ઇન નેકસ્ટ ડિકેડ’વિષે પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં પેનલિસ્ટો તરીકે ક્રેડાઇ સુરતના ચેરમેન રવજી પટેલ, પ્રમુખ સંજય માંગુકીયા, ઉપ પ્રમુખ ડો. જિગ્નેશ પટેલ અને ભૂતપૂર્વ ચેરમેન સુરેશ પટેલ પોતપોતાના વિચારો રજૂ કરશે. આ પેનલ ડિસ્કશનમાં જોડાવવા માટે ગુગલ લીન્ક https://bit.ly/3ltqltL પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત