સુરત, 19 ફેબ્રુઆરી : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા ગુજરાત સ્ટેટ નોન–રેસિડેન્ટ ગુજરાતીઝ ફાઉન્ડેશન અને એનઆરજી સેન્ટર સુરતના સંયુકત ઉપક્રમે તેમજ ઉકા તરસાડીયા યુનિવર્સિટીના સહયોગથી સોમવાર, તા.20 ફેબ્રુઆરી 2023ના રોજ બપોરે 1 કલાકે બારડોલી સ્થિત ઉકા તરસાડીયા યુનિવર્સિટી ખાતે ‘ એનઆરઆઇ મેરેજ અવેરનેસ સેમિનાર ’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગાંધીનગર સ્થિત એનઆરજી ફાઉન્ડેશનના અધિકારી સેમિનારને સંબોધીત કરશે. તદુપરાંત સુપ્રિમ કોર્ટના એડવોકેટ પ્રિતિ જોશી બિન નિવાસી ભારતીયો સાથે લગ્ન કરવા માટે કઇ કઇ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ તેના વિષે વિસ્તૃત સમજણ આપશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત