ગુજરાત યોગ બોર્ડ દ્વારા કામરેજ તાલુકાના નવી પારડી ખાતે ઝોન કક્ષાની યોગ સ્પર્ધા યોજાશે

ખેલ જગત
Spread the love

સુરત, 21 ફેબ્રુઆરી : રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળના ઉપક્રમે ‘ગુજરાત રાજ્ય યોગ બોર્ડ’ દ્વારા સુરત મહાનગરપાલિકા કક્ષાએ વિવિધ યોગ સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં જિલ્લા કક્ષાએ વિવિધ સ્થળોએ આયોજિત જિલ્લા કક્ષાની સ્પર્ધામાં 9 વર્ષથી 85 વર્ષ સુધીના યોગ સાધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જિલ્લા કક્ષાએ પસંદગી પામેલ સ્પર્ધકો મહાનગરપાલિકા હેડ ક્વાર્ટર ખાતે મનપા કક્ષાની યોગ સ્પર્ધામાં ભાગ લેશે.
સુરત ખાતે યોજાનાર મનપા કક્ષાની સ્પર્ધામાં સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, ડાંગ અને તાપી જિલ્લાઓના સ્પર્ધકો ભાગ લેશે. જેમાં વિજેતા સ્પર્ધકોની મ્યુનિસિપલ લેવલની સ્પર્ધા તા.1 માર્ચના રોજ સવારે 9 વાગ્યે વિદ્યામંગલ નિવાસી શાળા, નવી પારડી, કામરેજ ખાતે યોજાશે. જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા બે-બે ભાઇઓ-બહેનોને ઈનામો આપવામાં આવશે, જેમાં પ્રથમ ક્રમને રૂ. રૂ. 21000 દ્વિતીય ક્રમને રૂ. 15000 અને તૃતીય ક્રમને રૂ. 110000ની ઇનામી રકમ સાથે મેડલ, સર્ટિફિકેટ આપવામાં આવશે. એમ જિલ્લા રમત ગમત અધિકારી સુરત શહેરની યાદીમાં જણાવાયું છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *