
સુરત, 21 ફેબ્રુઆરી : શિક્ષણ જગતમાં અનેક સ્કૂલો દ્વારા અનેક પ્રકારના પ્રદર્શન યોજાતા હોય છે.ત્યારે,સુરત જિલ્લાના કામરેજમાં આવેલ વિઝ્ડમ ઇન્ટરનેશનલ સ્કૂલમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિને આધારિત પ્રેરણાદાયક અને અવિસ્મરણીય ત્રિદિવસીય શૈક્ષણિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રદર્શનમાં અનેક વિષયોને લઈને અલગ અલગ પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું હતું.જેમાં ભારતીય લોકજીવન, રાષ્ટ્ર નિર્માણ, અવકાશીય દુનિયા,જંગલ જીવન, ગ્રામ્ય જીવન,આધુનિક સ્માર્ટ સિટી,આપણા તહેવારો, લોકજીવન, આપણા સહાયક એવી હિન્દુત્વની જ્યોત પ્રજ્વલિત રાખતી ગુરુકુળની પરંપરા, બાયોલોજી ફિઝિક્સ કેમેસ્ટ્રી લેબ આર્ટ,મુશાયરા વગેરે જેવા અલગ અલગ વિષયોને અદભુત કહી શકાય તે પ્રકારે પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.બાળકો એ અચરજભરી દ્રષ્ટિથી આ સમગ્ર પ્રદર્શન નિહાળ્યું હતું. બાળકોમાં રહેલી ટેલેન્ટ આવે તે માટે શાળાના મેનેજીંગડિરેક્ટર નરેશ લક્કડ અવિરત પ્રયાસ કરી રહ્યા છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત