
ભાવનગર, 21 ફેબ્રુઆરી : ભાવનગરના સેવાભાવી સન્નારી તથા હર હંમેશ બહેનો વડીલો તથા નિરાધારોના કોઈ પણ સેવા કાર્ય માટે તત્પર એવા ભાવનગરના દીકરી ડોક્ટર પ્રતીક્ષા ત્રિવેદીએ તેમના સ્વૅગસ્થ પરમ પૂજ્ય માતા અને પિતાના સ્મરણાર્થે, એક સંપૂર્ણ સગવડતા સાથેની મોટી એમ્બ્યુલન્સ શિવરાત્રી મહાપર્વની સાંજે ભરતનગર શિવ મંદિરમાં, ભાગવત આચાર્ય સંત અપ્પુ બાપુ,બહુચર ધામના સંત ભગવાનદાસ બાપુ ભાવનગરના કમિશનર ઉપાધ્યાય ,ધારાસભ્ય સેજલપંડ્યા અને ભાજપના શહેરપ્રમુખ રાજીવપંડ્યા,આ વિસ્તારના કોર્પોરેટર વર્ષાબેન,બ્રહ્મ ક્રાંતિના પ્રમુખ કૌશિક ઉપાધ્યાય,રાજુ ઉપાધ્યાય તેમજ ગ્રાહક સુરક્ષા કમિશનના પ્રમુખ જોશી સાહેબ ખાંભાડીસ્ટ્રીકટ જજ ચિરાગ ભટ્ટ મોઢ જ્ઞાતિનાઅગ્રણી તેમજ સમાજસેવી વિનુભાઈ ત્રિવેદી, બીમ્સ હોસ્પિટલના ભરત રાજ્યગુરુ તથા ભાવનગર સિટીઝન કાઉન્સિલના પ્રમુખ શૈલેષભટ્ટ ,શહેરના અગ્રણી વકીલો તબીબો તથા કૈલાશ પરિવારના સભ્યો અને વિશાળ બ્રમ્હસમાજની હાજરીમાં બ્રહ્મ ક્રાંતિ સંઘના સ્થાપક પ્રમુખ કૌશિક ઉપાધ્યાયને એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે ભાગવતાચાર્ય સંત અપ્પુ બાપુએ તેમના આશીર્વચનમાં કહયુ કે,”ડોક્ટર પ્રતીક્ષાબેન ત્રિવેદી એક સામાજિક કાર્યકર પણ છે તેઓને રાજ્યપાલ અને મુખ્યમંત્રી મોદી સાહેબના હસ્તે અગાઉ શ્રેષ્ઠ મહિલા અને શ્રેષ્ઠ સામાજિક કાર્યકર તરીકે એવોર્ડ પણ મેળવેલ છે હાલ તેઓ કન્ઝ્યુમર કોર્ટમાં જજ મેમ્બર તરીકે ફરજ બજાવે છે, પ્રતીક્ષા ત્રિવેદી હરહંમેશ સમાજના કાર્યોમાં દરેક જગ્યાએ ઉપયોગી બન્યા છે આર્થિક રીતે ઘણી જગ્યાએ સહાય કરેલ છે આવા કૈલાશી પ્રતીક્ષા ત્રિવેદી સમાજ ઉપયોગ માટેની અપૅણની ભાવનાને ઉજગર કરી પોતાના કુટુંબ તથા બ્રહ્મસમાજનું ગૌરવ વધાર્યું છે.

ભાવનગરના કમિશનર ઉપાધ્યાય તેમજ ધારાસભ્ય સેજલ પંડ્યાએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે ગુજરાતના ઇતિહાસમાં બ્રાહ્મણ દિકરી દ્વારા બ્રહ્મ સમાજને એમ્બ્યુલન્સ અર્પણ કરવાનું આ પ્રથમ અને એક માત્ર ઘટના છે.હોદ્દો તથા નાણાં કમાવા સહેલા છે પરંતુ દુઃખી રોગી નિરાધારના આશીર્વાદ કમાવવા દુર્લભ છે, પ્રતીક્ષા ત્રિવેદી એ આશીર્વાદ કમાવાનું ઉમદા કાર્ય કરેલ છે, આવા જ સમાજ ઉપયોગી કાર્ય હંમેશા કરતા રહે તેવી અમારી શુભેચ્છાઓ.

બ્રહ્મકાંતિ સંતના સંઘના સ્થાપક પ્રમુખ કૌશિક ઉપાધ્યાયે કહ્યું કે ડો. પ્રતીક્ષાત્રિવેદી અમારી સંસ્થાની દરેક પ્રવૃત્તિમાં હંમેશા આર્થિક સહયોગ કાર્ય કરતા રહે છે, આજે એમ્બ્યુલન્સ અર્પણ કરી અમને સેવાની વિશેષ તક આપેલ છે.

શહેરના ભરતનગર શિવ મંદિરમાં આયોજિત શિવ પૂજા અભિષેક ભજન તથા આ કાર્યક્રમના અંતે આશરે 700 થી વધુ ઉપસ્થિત સૌ કોઈ માટે બ્રહ્મકાંતિ સંઘ તરફથી ઉત્તમ ફરાળની વ્યવસ્થા કરવામાં આવી હતી.પ્રતીક્ષા ત્રિવેદી દ્વારા કરવામાં આવેલી આ પ્રશંસનીય સેવાને બ્રહ્મસમાજના તમામ અગ્રણીઓએ વધાવી હતી.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત