સુરત, 21 ફેબ્રુઆરી : સુરતમાં તા.22અને 23મી ફેબ્રુઆરીના રોજ સવારે 9 થી સાંજે 5 વાગ્યા દરમ્યાન મજુરાગેટ આઈ.ટી.આઈ. ખાતે સંસ્થાના તાલીમાર્થીઓના પ્રોજેક્ટ્સનું પ્રદર્શન યોજાશે. આઈ.ટી.આઈ.ના જુદા જુદા ટ્રેડમાં તાલીમ લઈ રહેલા વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા વિવિધ પ્રોજેક્ટ્સને નિહાળવા શહેરીજનોને અનુરોધ સહ નિમંત્રણ છે એમ ઔદ્યોગિક તાલીમ સંસ્થા સુરતના આચાર્યની યાદીમાં જણાવાયું છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત