
સુરત, 21 ફેબ્રુઆરી : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સિગ્નેચર બિઝનેસ કલબના સભ્યો માટે સુરતના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પ્રદીપ સિંઘીના સહયોગથી ડુમસ રોડ સ્થિત અવધ ઉતોપિયા ખાતે નેટવર્કીગ વીથ ફન, મ્યુઝિક એન્ડ ડીનરનો કાર્યક્રમ યોજાયો હતો.
ચેમ્બરના ગોલ્ડ, પ્લેટિનમ અને પ્રીમીયમ સભ્યોની બનેલી સિગ્નેચર બિઝનેસ કલબના આ કાર્યક્રમને સંબોધન કરતા ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, વર્તમાનનો સમય એકબીજા સાથે સંકલન સાધવાનો છે, બધાએ એકત્રિત થવાનો છે અને આપણી શકિતઓનું એકત્રીકરણ કરીને આગળ વધવાનો છે. મોટા ગજાના બિઝનેસમેન અને બિઝનેસ હાઉસિસ અંદરો અંદર પોતાના વ્યવસાયિક સંબધોને વધારી શકે તે હેતુથી સ્થાપવામાં આવેલી આ ક્લબને ‘સિગ્નેચર બિઝનેસ કલબ’તરીકે નામ આપવામાં આવ્યું છે. ગત વર્ષથી શરૂ થયેલી આ નવી વ્યવસ્થાનો ઘણા નવા સભ્યો લાભ લઇ રહયાં છે. આ બિઝનેસ કલબ તેની એક અલગ ઓળખ – એક બ્રાન્ડ ઉભી કરી રહી છે.સિગ્નેચર બિઝનેસ કલબ માટે ચેમ્બર દ્વારા સમયાંતરે એકસકલુઝીવ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગ રૂપે જાણીતા સુફી ગાયક ભાવિન શાસ્ત્રીની સાથે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સિગ્નેચર બિઝનેસ કલબના સભ્યો તેઓના જીવનસાથી સાથે હાજર રહયાં હતાં અને ભાવિન શાસ્ત્રીએ ગાયેલા ગીતોના રસમાં તરબોળ થઇ ગયા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત