
સુરત, 21 ફેબ્રુઆરી : એલપી સવાણી સ્કુલ કતારગામ ખાતે વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે કવિ સાહિત્યકાર મનસુખ નારીયાએ ‘ મારી ભાષા મારી અભિલાષા ‘ વિષય પર વક્તવ્ય અને કાવ્ય પઠન રજૂ કર્યું હતું તેમને જણાવ્યું હતું કે સમૃદ્ધ દેશોમાં માતૃભાષામાં શિક્ષણ અપાય છે ગરીબ દેશોમાં અંગ્રેજીમાં શિક્ષણ અપાય છે વિશ્વમાં 6000 ભાષાઓમાંથી 600 ભાષા નાશ પામી છે. દર વર્ષે 10 ભાષા લુપ્ત થાય છે વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષા હિન્દી છે. જે 20 દેશોમાં બોલાય છે. ગુજરાતી ભાષા ભારતમાં સૌથી વધુ બોલાતી સાતમી અને વિશ્વમાં 26મી છે અન્ય દેશોમાં યુગાન્ડામાં દોઢ લાખ, તાંજાનિયા 50000, કેન્યામાં 50,000, કરાચીમાં ત્રણ,લાખ યુએસએ 1,00,000 અને યુકે માં બે લાખ લોકો ગુજરાતી ભાષા બોલે છે.
આ વક્તવ્ય અને કાવ્યપઠનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી અને ઉત્સાહભેર કાર્યક્રમને વધાવ્યો હતો.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત